Abtak Media Google News

રેતાળ વિસ્તાર હોવાથી દુબઈ, અબુધાબી અને સારજહાની વિકેટ ‘અન ઈવન’ રહેશે તેવી શકયતા!

હાલ ગલ્ફ દેશોમાં આઈપીએલની ૧૩મી સિઝન રમાઈ રહી છે ત્યારે ત્રીજો મેચ દુબઈ ખાતે હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે રમાયો હતો જેમાં બેંગલોરનો ૧૦ રને વિજયી થયો છે. આ મેચમાં બેંગલોર તરફથી રમી રહેલા નવોદિત ખેલાડી દેવદત પડીકલ અને સ્પીનર યજવેન્દ્ર ચહલની ઘાતક બોલીંગના પગલે હૈદરાબાદને ૧૦ રને મ્હાત આપી છે પરંતુ મુખ્ય મુદ્દો તો એ છે કે ગલ્ફની સ્લો વિકેટ આઈપીએલને છેલ્લા બોલ સુધી રોમાંચક બનાવે છે. ત્રીજા મેચમાં પણ સ્લો વિકેટ હોવાના કારણે દિગ્ગજ ખેલાડીઓ જેવા કે એબી ડીવીલીયર્સ અને વિરાટ કોહલી વન-ડે મેચની જેમ અનેકવિધ વખત એક-એક રન લેતા જોવા મળ્યા હતા. બંને ખેલાડીઓની જે ક્ષમતા ટી-૨૦માં છે તે ક્ષમતાનો ઉપયોગ સહેજ પણ થઈ શકયો ન હતો. વિસ્ફોટક બેટસમેન એબી ડીવીલીયર્સે ૩૦ બોલ રમી ૫૧ રન કર્યા હતા જયારે નવોદિત દેવદત પડીકલે પણ ૪૨ બોલ રમી ૫૬ રન બનાવ્યા હતા. મેચના અંતમાં આરસીબીએ ૧૬૩ રન બનાવી ૫ વિકેટ ગુમાવી હતી જેના જવાબમાં જયારે હૈદરાબાદની ટીમ વિકેટ ઉપર આવી તો તે ૧૦ રનથી પરાજયનો સ્વીકાર કરવો પડયો હતો. આઈપીએલના બાકી રહેતા મેચોમાં શકય એ પણ છે કે નાની-મોટી ઈજાઓ પણ ખેલાડીઓને થઈ શકે છે. દુબઈ, અબુધાબી અને સારજહા રેતાણવાળા વિસ્તારમાં હોવાથી ત્યાંની વિકેટ અન ઈવન રહેશે જેથી ખેલાડીઓને ખુબ જ તકલીફનો સામનો પણ કરવો પડશે. બીજી તરફ હરહંમેશ બેંગલોર તરફથી રમી રહેલા વિરાટ કોહલી ઓપનીંગમાં જ આવતો હોય છે પરંતુ સ્લો વિકેટ હોવાના કારણે જે વિસ્ફોટક બેટસમેનો છે તેઓએ છેલ્લે સુધી વિકેટ ઉપર ટકવું એટલું જ જરૂરી હોય છે જેના કારણે વિરાટ કોહલી તેના હૈદરાબાદ સામેના પ્રથમ મેચમાં વન ડાઉન બેટીંગ કરવા આવ્યો હતો. હૈદરાબાદ સામે બોલીંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર મીચેલ માર્સને એન્કલમાં ઈજા થતા તે ગેમની બહાર થયો હતો પરંતુ આ તમામ ઘટનાઓ ઘટિત થતા ટીમ માટે કપરા સમયનો સામનો કરવો પડે તેવી શકયતા છે જેથી આવનારા મેચોમાં નાની-મોટી ઈજાઓ ખેલાડીઓને થશે તેવી પણ હાલ શકયતા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.