Abtak Media Google News
ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ)ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવાની હતી, જેને બદલે હવે 23 એપ્રિલે યોજાશે. CBSEની પરીક્ષા હોવાથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.પરીક્ષાની તારીખ બદલાતા વિદ્યાર્થીઓ આનંદમાં આવી ગયા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ માટે હવે સીબીએસઈની પરીક્ષા બાધારૂપ બની. ગુજકેટની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો.પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરીને 23 એપ્રિલ કરાઈ છે. જેથી હવે 23 એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવાશે.Cbscગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા ગુજકેટની તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. CBSEની પરીક્ષાને કારણે ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી હવે 23 એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે.આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં કાર્યક્રમ યોજાશે.આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સ બાદ વિવિધ સ્ટ્રીમમાં એડમિશન લેવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેના બાદ વિદ્યાર્થીઓ એન્જિનીયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા વગેરે સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.