Abtak Media Google News

૪૦૦ વનડે, ૪૦ ટેસ્ટ અને ૫૮ ટી-૨૦ રમ્યા બાદ સ્વૈચ્છીક નિવૃત્તિ જાહેર કરી : ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડ થયા બાદ હવે યુવરાજ કેન્સરના દર્દીઓની મદદ કરશે

ભારતને ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. યુવરાજે ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ૯ મેચમાં ૯૦.૫૦ની સરેરાશથી ૩૬૨ રન અને ૧૫ વિકેટ ઝડપી હતી. તે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.

૨૦૧૧ વિશ્વ કપમાં યુવરાજ સિંહ કેન્સરની બીમારીથી ત્રસ્ત હતો. જો કે તેને કોઈને આ વાતની જાણ થવા દીધી ન હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ક્વાર્ટર ફાઈનલ પહેલાં ડોકટરોએ યુવરાજને ન રમવાની સલાહ આપી હતી, પરંતુ ત્યારે યુવરાજ ન માત્ર મેદાનમાં ઉતર્યો પરંતુ ભારતની જીતનો હીરો પણ બન્યો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં યુવીએ ૫૭ રન કર્યા હતા.

સંન્યાસની જાહેરાત કરતાં યુવીએ કહ્યું કે, “હું નાનપણથી મારા પિતાના માર્ગે ચાલ્યો અને દેશ માટે રમવા અંગેના તેમના સપનાંને સાકાર કર્યુ. મારા ફેન્સ જેઓ હંમેશા મારું સમર્થન કર્યુ હું તેમનો આભાર કઈ રીતે માનું તે સમજાતું નથી. ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતવાનું મારું સપનું હતું, મેન ઓફ ધ સીરીઝ બન્યો તે પણ એક સપનું જ હતું. જે બાદ મને કેન્સર થયું. આ આકાશમાંથી સીધું જ જમીન પર આવવા જેવું હતું. તે સમયે મારો પરિવાર, મારા ફેન્સ મારી સાથે હતા.”

યુવરાજ સિંહ ૨૦૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ રમવા માગતો હતો. પરંતુ ખરાબ ફોર્મ અને ફિટનેસના કારણે તેમનું આ સપનું અધૂરું રહી ગયું છે. ઇઈઈઈંના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે યુવરાજ ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ કલાસ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા અંગે વિચારી રહ્યાં છે.

આજે નિવૃત્તિની જાહેરાત સાથે જ યુવરાજની ૧૯ વર્ષ લાંબી ઈન્ટરનેશનલ ક્રિકેટની કારકિર્દીનો અંત આવ્યો છે. યુવરાજ ભારત તરફથી બે વર્લ્ડકપ રમી ચૂક્યો છે. રિટાયર્મેન્ટ જાહેર કરતા યુવરાજે કહ્યું હતું કે, છેલ્લા ૧૭ વર્ષથી હું આંતરરા્ટ્રીય ક્રિકેટમાં હતો, પરંતુ હવે તેને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. પોતાના સમયને શ્રેષ્ઠ ગણાવતા યુવરાજે કહ્યું હતું કે, તેનો અંત તો આવવાનો જ હતો.

૩૭ વર્ષનો યુવરાજ ૪૦૨ ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો યુવરાજ ૪૦ ટેસ્ટ અને ૩૦૪ ટેસ્ટ તેમજ ૫૮ ટી-૨૦ ભારત તરફથી રમ્યો છે. પોતાની કરિયરની શરુઆત તેણે માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં વર્ષ ૨૦૦૦માં કરી હકતી. કરિયરની બીજી જ આંતરરાષ્ટ્રયી મેચમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર બેટિંગ કરી હતી. યુવરાજ ટૂંક જ સમયમાં ભારતની મિડલ ઓર્ડર બેટિંગનો મજબૂત સ્તંભ બની ગયો હતો.

યુવરાજ હજુ ટી-૨૦માં ફાસ્ટેસ્ટ ૫૦ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે, તેણે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં માત્ર ૧૭ બોલમાં ૫૦ રન ફટકાર્યા હતા. આ જ મેચમાં તેણે સ્યૂઅર્ડ બોર્ડની ઓવરમાં છ બોલમાં છ સિક્સર મારી હતી. આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલમાં યુવરાજે ૩૦ બોલમાં ૭૦ રન મા્યા હતા, અને ભારત ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપ વિજેતા બન્યું હતું.

૨૮ વર્ષના લાંબા સમયગાળા બાદ જ્યારે ટીમ ઈન્ડિયા ૨૦૧૧માં વર્લ્ડકપ જીતી ત્યારે યુવરાજ સિંહ પણ તેનો હિસ્સો હતો. જોકે, ત્યારબાદના વર્લ્ડકપમાં તેને ખરાબ ફોર્મને કારણે પડતો મૂકાયો હતો, અને આ વખતની વર્લ્ડકપની ટીમમાં પણ તેનો સમાવેશ કરાયો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.