જેઈઈની પરીક્ષામાં ગુજરાતનો ‘તારલો’ ઝળક્યો

૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનાર ૨૪ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી ગુજરાતનો

ધ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગત શુક્રવારની રાત્રે જેઈઈ મેઈનના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં ૧૦૦ માંથી ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીની કુલ સંખ્યા ૨૪ જેટલી નોંધાઈ હતી. જે પૈકી એક વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો છે કે જેણે જેઈઈ પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવી ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

જોઈન્ટ એન્ટ્રન્સ એકઝામિનેશન (જેઈઈ) મેઈન્સની પરીક્ષાના પરિણામો ગત શુક્રવારની રાત્રીએ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તેની ઓફિશીયલ વેબસાઈટ પર જાહેર કર્યું હતું. જેમાં દેશભરમાંથી ૧૦૦ માંથી ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪ જેટલી નોંધાઈ હતી. જેમાં સૌથી વધુ તેલંગણા રાજ્યના વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

૨૪ વિદ્યાર્થી પૈકી ૮ વિદ્યાર્થી તેલંગણાના, પાંચ વિદ્યાર્થી દિલ્હી, ૪ વિદ્યાર્થી રાજસ્થાન, ૩ વિદ્યાર્થી આંધ્રપ્રદેશ, ૨ વિદ્યાર્થીઓ હરિયાણા અને ગુજરાત-મહારાષ્ટ્રમાંથી ૧-૧ વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવી ૧૦૦ પર્સન્ટાઈલનો સ્કોર રાષ્ટ્રીય કક્ષાએ નોંધાવ્યો છે.

જેઈઈ મેઈનના ૨૦૨૦ના પરિણામ રાત્રે ૧૧ વાગે જાહેર કરવામાં આવ્યુ છે. કુલ ૨૪ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ૧૦૦ પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે અને સૌથી ઉપર ગુજરાતના નિસર્ગ ચડ્ઢાનું નામ છે. આ અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફાઈનલ આંસર કી જાહેર કરી હતી. એન્જીનિયરિંગમાં એડમિશન માટે યોજાતી આ પરીક્ષા ૧લીથી ૬ સપ્ટેમ્બર,૨૦૨૦ સુધી ઓનલાઈન મોડ મારફતે યોજવામાં આવી હતી.

જેઈઈ મેઈન રિઝલ્ટમાં ઉમેદવારોની ઓલ ઈન્ડિયા રેન્ક, એનટીએ ટકાવારી તથા કટ-ઓફ સહિતની વિગતોનો સમાવેશ થશે. આ પરીક્ષા વર્ષમાં બે વખત યોજાય છે, રેન્કની ગણતરી ઉમેદવારોની બન્ને પરીક્ષામાંથી જે વધારે સારા નંબર હોય છે તેના આધારે કરવામાં આવે છે.

જેઈઈ મેઈન સપ્ટેમ્બર પરીક્ષામાં આ વખતે કુલ ૯ લાખ ૫૩ હજાર રજિસ્ટર્ડ ઉમેદવારો પૈકી પ્રથમ દિવસે, બી.આર્ક અને, બી.પ્લાનિંગ પરીક્ષમાં ૫૫ ટકાથી ઓછા વિદ્યાર્થીઓ સામેલ હતા. આ રીતે આશરે ૮૦ ટકા વિદ્યાર્થી બીઈ અને બી.ટેક.ના વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા. તેને લીધે આ બીજા તબક્કાની પરીક્ષામાં સામેલ થનાર વિદ્યાર્થીની હાજરીનો દર ૭૪ ટકા જ રહ્યો હતો.

Loading...