Abtak Media Google News

એલ.એન્ડ.ટીએ કોરીયા સાથે ટેન્કર પ્રોગામ કર્યો છે ડિઝાઈન: ટેન્ક ૫૦ કિમી સુધીનું લક્ષ્ય સાધી શકે છે, ઓપરેશન રેન્જ ૪૮૦ કિમી અને ૧૫ સેક્ધડમાં ૩ ગોળા ફેંકવાની ક્ષમતા: રક્ષા મંત્રી રાજનાથસિંહના હસ્તે રાષ્ટ્રને અર્પણ

સુરત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એલ એન્ડ ટી હજીરા ખાતે આવી પહોંચ્યા હતા તેઓએે કુલ ૫૧ જેટલી કે-૯ વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) રાષ્ટ્રને અર્પણ કરી છે.કે વજ્ર હોવિત્ઝર ટોપ જેવી વધુ ૯૦ ગન આવનારા વર્ષોમાં તૈયાર કરીને રાષ્ટ્રને અર્પણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે તા.૧૯મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ હજીરા એલ એન્ડ ટી ખાતે પ્રથમ વખત કોઇ પ્રાઇવેટ સેક્ટરમાં આર્મડ સિસ્ટમસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવ્યું હતું. આજે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ એલ એન્ડ ટી હજીરા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે કુલ ૫૧ જેટલી કે-૯ વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક)ને રાષ્ટ્રને અર્પણ કરી છે.

૧૦ જેટલી ગન આર્મીને અર્પણ થઈ ચૂકી છે એલ એન્ડ ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૮માં કુલ ૧૦૦ ગન બનાવવા માટે કરાર થયા હતા. જેમાંથી કુલ ૧૦ જેટલી ગન ૨૦૧૮માં તૈયારી કરીને તેનું રાજસ્થાન, જેસલમેર તથા જોધપુરમાં પરિક્ષણ થયા બાદ આર્મીને અર્પણ પણ કરવામાં આવી છે. કરાર પ્રમાણે વધુ ૯૦ ગન બનાવવાની તૈયારી વર્ષ ૨૦૧૮થી શરૂ કરાઈ છ.ે જે સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં તૈયાર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ કે-૯ વજ્ર હોવિત્ઝર ગનના કેટલાંક પાર્ટનું એલ એન્ડ ટીના સ્પેશિયલ આર્મડ સિસ્ટમ્સ કોમ્પલેક્ષમાં નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આજે ગુરૂવારે કુલ ૫૧ જેટલી ગન રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે એલ એન્ડ ટી રાષ્ટ્રને અર્પણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ ગન બનાવવા માટે દક્ષિણ કોરીયા સાથે થયેલા કરાર આધારિત તેમાં એલ એન્ડ ટી પણ સહયોગ કરી રહી છે. ૪૩ કિમી દૂર સુધી નિશાન કે-૯ વજ્ર હોવિત્ઝર ગન દ્વારા ૪૭ કિલોના ગોળાને ૪૩ કિમી દૂર સુધી ફાયર કરી શકાશે. ગોળાને લક્ષ્યથી ૧૦ મીટર સુધી વાળી શકાશે. ૫૦ ટન વજનની એક ગન ૭૦ કિમીની સ્પીડે ગતિ કરી શકે છે. કોરીયા સાથે એલ એન્ડ ટીએ આ ગનનો પ્રોગામ ડિઝાઇન કર્યો છે. કે૯ વજ્ર હોવિત્ઝર ગનમાં કુલ ૧૩ હજાર પાર્ટસ છે. જેને એલ એન્ડ ટીની ૫ પ્લાન્ટ્સ સહિત કુલ ૪૦૦ એસએમઇ કંપનીઓ તૈયાર કરે છે. એલ એન્ડ ટીના કુલ ૯ પ્લાન્ટ છે છતાં ૪૫૦૦ કરોડના હાન્વ્યા ટેકનોલોજી સાથે થયેલા કરાર આધારિત વધુ ૯૦ ગન બનાવવા પ્રાઇવેટ સેક્ટરમાં પ્રથમ આર્મડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે.૧૦ ગનનું સપ્ટેમ્બરમાં આર્મીને લોકાર્પણ બાદ ફેઇઝ-૨માં ગનનું ઉત્પાદન શરૂ થઇ ચૂકયું છે. આ કોમ્પ્લેક્સમાં ૧૩ હજાર પાર્ટસ અને સ્ટીલની પ્લેટ્સ એક છેડેથી અંદર આવે છે અને બીજા છેડેથી એસેમ્બલ થઇને કોમ્પ્લેક્સની બહાર નીકળે છે.  કે-૯ વજ્ર ટેન્કની વિશેષતા ૫૦ કિમી સુધીનું લક્ષ્યનું નિશાન બનાવી શકે છે ઓપરેશનલ રેન્જ ૪૮૦ કિમીની છે ૧૫ સેક્ધડમાં ૩ ગોળા ફેંકી શકે છે અગાઉની બોફોર્સ તો એક્શનમાં આવતા પહેલા પાછળ જતી હતી પણ આ ઓટોમેટીક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.