Abtak Media Google News

રોકડની તંગી દૂર કરવા ઈન્કમટેક્ષને દરોડા પાડવા સૂચના આપતી આરબીઆઈ

સમગ્ર રાજયમાં રોકડની અછત વચ્ચે મોટાભાગનાં એટીએમમાં નો કેસનાં પાટીયા ઝુલી રહ્યા છે. ત્યારે ગુજરાત અર્બન કો-ઓપરેટીવ ફેડરેશન દ્વારા રોકડની તંગી દૂર કરવા રીઝર્વ બેંકને વિનંતિ પત્ર લખી ખોળો પાથર્યો છે. બીજી તરફ રોકડની તંગીને લઈ રીઝર્વ બેંક્પણ ચિંતિત બની છે અને રૂ.૨૦૦૦ તથા રૂ.૫૦૦ની નોટોનો સંગ્રહ કરનારા પર તૂટી પડવા સૂચના આપી છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં નોટબંધી જેવા માહોલમાં રોકડની તીવ્ર અછત સર્જાઈ છે જેને પગલે ગુજરાત અર્બન કો.ઓપરેટીવ ફેડરેશન દ્વારા રીઝર્વ બેંક સમક્ષ ખોળો પાથરી રાજયમાં રોકડની સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી રાજયની ૨૫૭ કરન્સી ચેસ્ટ ખાલીખમ હોવાનો ચીતાર આપ્યો છે. રોકડની અછત પાછળ રૂ.૨૦૦૦ અને રૂ.૫૦૦ની નોટની સંગ્રહખોરી કારણભૂત હોવાનું પણ મનાઈ રહ્યું છે.

દરમિયાન રોકડની તંગી ખાળવા રીઝર્વ બેંક દ્વારા ઈન્કમટેક્ષને રોકડનો સંગ્રહ કરનાર પર તૂટી પડવા સૂચના જારી કરવામાં આવી છે. ખાસ કરીને પાછલા દિવસોમાં બેંકોમાંથી મોટાપાયે રોકડ ઉપાડ કરનાર વ્યકિત, પેઢીઓને પણ રડારમાં લેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ચૂંટણી આવી રહી હોય રોકડ રકમનો ઉપયોગ ચૂંટણી માટે કરવા રોકહ સંગ્રહાઈ રહી હોવાનો પણ સૂર ઉઠ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.