Abtak Media Google News

ભાજપા કાર્યાલય ખાતે મેરાોન બેઠકોનો દોર: વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ી વધુ બેઠકો જીતવાનો સંકલ્પ

પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી અને ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવની વિશેષ ઉપસ્િિતમાં અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય-શ્રી કમલમ ખાતે મેરાોન બેઠકોનો દોર છેલ્લા બે દિવસી ચાલી રહ્યો છે.

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજીએ સંબોધતા જણાવ્યું હતું કે, એક ભારત-શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં ગુજરાતે વિશિષ્ટ ભૂમિકા ભજવી છે. સમગ્ર દેશને વિકાસની રાજનીતિની રાહ ચીંધી છે.  લોક કલ્યાણ અને દેશભક્તિના રંગે રંગાયેલી ભાજપાની વિકાસની રાજનીતિને દેશની પ્રજાએ સ્વિકારી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ૧૫૦ી વધુ બેઠકો જીતાડીને ગુજરાતની પ્રજા નકારાત્મક અને ગુજરાતના વિકાસ વિરોધી કોંગ્રેસીઓના વલણને જાકારો આપી સૌનો સા, સૌનો વિકાસ મંત્રને સાકાર કરતી ભાજપાને ભવ્ય વિજય અપાવશે. રામલાલજીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપા પંડિત દીનદયાલજીના જન્મશતાબ્દી વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે.

નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવે જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યોમાં ભાજપાનો જનાધાર અને જનવિશ્વાસ એ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભાજપાની કેન્દ્ર સરકારની ગરીબ, કલ્યાણલક્ષી નીતિઓને આભારી છે. જન આકાંક્ષાની પરિપૂર્તિ એ ભાજપા સરકારની પ્રામિકતા છે. ગુજરાત વિકાસ મોડલના આધારે દેશ અને અન્ય રાજ્યોમાં ભાજપાની સરકારો બની છે. આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ રાજ્યની જનતા વિકાસની નવી ક્ષિતિજોને સર કરવા ભાજપાને પૂર્ણ સર્મન આપશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ માધ્યમની તાકાત ઓળખી જનભાગીદારીનું નવું પ્લેટફોર્મ પૂરૂં પાડયું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા અને કોંગ્રેસના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ આ સોશીલય મીડીયાના માધ્યમી સત્ય અને સક્રિયતા સો કરીએ તેવો અનુરોધ  યાદવે કર્યો હતો.

પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ અલગ-અલગ સમિતિઓના પદાધિકારીઓને સોંપેલા કાર્યોને સમયાવધિમાં પૂર્ણ કરવા હાકલ કરી હતી અને આગામી સમયમાં યોજાનાર વિવિધ સંગઠનાત્મકલક્ષી કાર્યક્રમોમાં જોડાઈને જનસંપર્ક વધુ મજબૂત કરવા આહવાન કર્યું હતું.

કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા ની. પ્રજામાં જઈ શકતી ની. આંતરીક જુબંધીી ઘેરાયેલી છે. નીતિ અને નિયત વિનાની દિશાવિહીન કોંગ્રેસ વ્યક્તિગત જુઠ્ઠા આક્ષેપો કરી રાજકીય વાતાવરણ કલુષિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાતની જનતા અને ચાલ-ચરિત્રને ઓળખે છે. કોંગ્રેસની નકારાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તિ ગુજરાતની જનતા ક્યારેય સ્વિકારશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.