Abtak Media Google News

૫૭ બિલ્ડીંગના ૬૦૨ બ્લોકની ફાળવણી કરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસઈબી દ્વારા ૨૩ માર્ચના ગુજકેટ ૨૦૧૮ના ઓનલાઈન એપ્લીકેશન ફોરમને રીલીઝ કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારો ગુજરાતની સહભાગી એન્જીનીયરીંગ સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગતા હોય તે ૭ એપ્રિલ સુધી એપ્લિકેશન ફોર્મ ભરી અને સુપરત કરી શકે છે.

અરજી ફોર્મ ભરીને ઉમેદવારોએ કેન્દ્રો પર ફી ચુકવવાની રહેશે અને ૬ એપ્રિલ સુધી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લેવાનો રહેશે. પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટે તમામ ઉમેદવારોને ગુજકેટ ૨૦૧૮ની લાયકાત માપદંડને સંતોષવા પડશે. જીએસઈબીએ ઓફલાઈન મોડમાં ૨૩ એપ્રિલ, ૨૦૧૮ના ગુજકેટ ૨૦૧૮ની પરીક્ષાનું આયોજન કર્યું છે. આમાં એડમિશન માટે ૧૦+૨ કવોલિફાઈડ પરીક્ષા ગુણ પરના ૬૦% ભારાંક અને ગુજકેટ પર ૪૦% ભારાંક પર આધારિત મેરીટ લિસ્ટ તૈયાર કરશે. ગુણ પરિણામ મે ૨૦૧૮ના ચોથા સપ્તાહમાં કામ ચલાઉ જાહેર કરવામાં આવશે.

ગુજકેટની પરીક્ષાને લઈ રાજકોટમાં પણ અત્યારથી તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ૨૩ એપ્રિલના રોજ રાજકોટની ૫૭ બિલ્ડીંગમાં અંદાજે ૬૦૨ બ્લોકમાં ૧૨૦૪૦ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાના છે. રાજકોટ જીલ્લામાં ગુજકેટની પરીક્ષાની તૈયારીઓ આરંભી દેવાઈ છે.

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની ૧૯મીથી પરીક્ષા

આગામી તા.૧૯ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમિયાન ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે માટે રાજકોટ જીલ્લાના ૪૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ માટે રાજકોટના ત્રણ કેન્દ્રો પર ૨૪ બ્લોક ફાળવવામાં આવ્યા છે. જેમાં ઈન્દ્રપ્રસ્થ નગરની મોદી સ્કૂલ, ભરાડ સ્કૂલ કેન્દ્રો ફાળવાયા છે. બોર્ડ પરીક્ષાની સ્કવોર્ડ ટીમ દ્વારા પરીક્ષામાં ચેકિંગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.