કેનેડામાં ગાંજાની છુટ મળતા ગુજરાતીઓએ ‘ગાંજા’ના ખાખરા વેચ્યા!

ગુજરાતીઓના શ્વાસમાં ધંધો છે!

કેનેડામાં કેનાબીઝ એકટમાં મળેલી છુટછાટના પગલે ગાંજાના ખાખરાનો વ્યવસાય શરૂ કર્યો

કોઇ ધંધા છોટા નહી હોતા, ધંધેસે બડા કોઇ ધર્મ નહી હોતા રહીશ ફિલ્મમાં શાહરૂખખાના ડાયલોક ગુજરાતીઓ માટે અક્ષરંશ લાગુ પડતો હોય તેમ કેનેડામાં કેનાબીઝ એકટમાં ગાંજાના વેચાણ અંગે કેટલીક છુટછાટ આપવામાં આવતા ગુજરાતીઓએ ગાંજામાંથી બનાવેલા ખાખરાનું વેચાણ શરૂ કર્યુ છે.

અફિણ, ચરસ અને ગાંજામાંથી જ ડ્રગ્સ બનતા હોવાથી અફિણ, ચરસ અને ગાંજાની ખેતી કરવા પર કેટલાક નિયંત્રણ છે. તે રીતે તેનો દવા માટે ઉપયોગની છુટ આપવામાં આવી છે પરંતુ તેનો નશા તરીકે કરવા પર પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો છે.

કેનેડામાં ગાંજાના વેચાણ અંગે આપવામાં આવેલી છુટના પગલે એક ગુજરાતીએ ગાંજાના સ્વાદ સાથે બનાવેલા ખાખરાનો બિઝનેશ શરૂ કરી મોટો કારોબાર વિકસાવ્યો છે. ગાંજાના વપરાશને કાયદેસર છુટ આપતા કેનેડા વિશ્ર્વનું બીજુ રાષ્ટ્ર બન્યા બાદ ગુજરાતીએ આ તકને ઝડપી ત્યાં ગાંજાના ટેસ્ટ સાથેના ખાખરાનું વેચાણ શરૂ કરી મોટો કારોબાર વિકસાવાની સાથે કેનેડામાં કમાણી કરી રહ્યા છે.

બિઝનેશમેન તરીકે વિશ્ર્વમાં આગવી ઓળખ ધરાવતા ગુજરાતીઓ વ્યવસાય માટે મોટુ જોખમની સાથે ગમે ત્યાં પહોચતા હોય છે. અને ધંધા માટે મળતી તકનો સદઉપયોગ કરી કારોબાર ચલાવવામાં જગ વિખ્યાત બન્યા છે તે રીતે કેનેડામાં ગાંજાના ખાખરાનું વેચાણ કરી એક ગુજરાતી જાણીતા બન્યા છે.

ગલ્ફના દેશમાં ખસખસના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે ભારતમાં ખસખસના બી ચુરમાના લાડુ પર લગાવવામાં આવે છે. આ રીતે જ કાજુમાંથી બનતા દારૂનું વેચાણ કાયદેસર છે. દારૂ અને ડ્રગ્સમાંથી નશો થતો હોય છે. કેટલાક નશા આરોગ્ય માટે જોખમી હોવાના કારણે પ્રતિબંધ મુકવામાં આવતો હોય છે. આમ ગાંજાનો વધુ માત્રામાં નશો કરવામાં આવે ત્યારે આરોગ્યને નુકસાન કરતો હોય છે. પરંતુ ટેન્સ સાથે જીવન જીવતા વ્યક્તિ માટે યોગ્ય માત્રામાં ગાંજાનો નશો થોડા સમય માટે ટ્રેસ અને ટેન્શન મુકત કરતા દેતો હોય છે. કદાચ આ કારણથી જ કેનેડામાં ગાંજાના વેચાણમાં આપવામાં આવેલી છુટછાટનો ગુજરાતીએ સદઉપયોગ કરી ખાખરાનું વેચાણ શરૂ કરી વ્યવસાયની તક ઝડપી લીધી છે.

Loading...