‘યોગ અને માનસિક સ્વાસ્થ્ય’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પ્રગટ

કૈવલ્યધામના પૂર્વ પ્રાચાર્ય રણજીતસિંહ ભોગલ દ્વારા લખાયેલા પુસ્તકનો અનુવાદ થયો

કૈવલ્યધામ, લોનાવલાની સ્થાપના વર્ષ ૧૯૨૪માં સ્વામી કુવલયાનંદજી દ્વારા કરવામાં આવી હતી. સ્વામીજીનો યોગ માટે સંદેશ છે કે “યોગનો સંદેશ સંપૂર્ણ માનવતા માટે છે. આ સંદેશ માનવ-શરીર માટે છે. આ સંદેશ માનવ-મન માટે છે સાથે જ આ સંદેશ માનવ-આત્મતત્વ માટે પણ છે… સ્વામીજીના પ્રયત્નથી કૈવલ્યધામ દ્વારા યોગ વિષયક અનેક વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવ્યા છે. આ સાથે યોગ અંગે પ્રમાણિત સાહિત્યનું પ્રકાશન પણ કરવામાં આવ્યું છે જે યોગ સાધકો માટે ઉપયોગી બન્યું છે.

‘યોગ અને માનસિક સ્વાસ્થ્ય’ પુસ્તક કૈવલ્યધામના પૂર્વ પ્રાચાર્ય રણજીતસિંહ ભોગલ દ્વારા હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું હતું. વર્તમાનમાં તેઓ કૈવલ્યધામના સંયુક્ત નિર્દેશક (સંશોધન વિભાગ) તરીકે સંસ્થાઓ સેવાઓ આપી રહ્યાં છે.

આ પુસ્તકના ગુજરાતી અનુવાદનું કાર્ય મહેશ દોશી, પૂર્વ તંત્રી, ફૂલછાબ, રાજકોટ અને માનદ સલાહકાર, પ્રોજેકટ ‘લાઈફ’, રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે.

‘યોગ અને માનસિક સ્વાસ્થ્ય’ પુસ્તક યોગમાં રુચિ ધરાવનાર યોગ વિદ્યાર્થીઓ, યોગ અભ્યાસુઓ અને યોગ સાધકો માટે ખુબજ ઉપયોગી થશે એવી અપેક્ષા છે. ‘યોગ અને માનસિક સ્વાસ્થ્ય’ વિષયક આ પ્રમાણિત પુસ્તક નિશ્ર્ચિતપણે લોકોની જરૂરિયાત પરિપૂર્ણ કરશે એવી શ્રધ્ધા છે.

‘યોગ અને માનસિક સ્વાસ્થ્ય’ જેવા વિષયો સરળતા અને સુગમતાથી લોકોને સુલભ થાય એ હેતુથી આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં માનસિક સ્વાસ્થ્ય પર સંખ્યાબંધ મનોવૈજ્ઞાનિક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે વાચકો માટે ઉપયોગ પુરવાર થશે. પ્રથમ ભાગમાં યોગ તથા માનસિક સ્વાસ્થ્ય, પ્રસામાન્યતા, ફ્રોઈડનું મનોવિશ્લેષણ તથા યોગનું આત્મસંયોજન, મનુષ્યના જીવન સંબંધી વિકારોના કારણો ને યૌગિક ઉપાય, તણાવ તથા યોગ, વ્યક્તિત્વ: ભારતીય પ્રરિપ્રેક્ષ્ય, સમાયોજન, દ્વંદ, નિરાશા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યું છે. પુસ્તકના ભાગ રમાં યમ-નિયમ, આસન, પ્રાણાયામ, અધ્યાત્મિક પક્ષ, અભિવૃતિ નિર્માણમાં યોગની ભૂમિકા, ઓમકાર અને ધ્યાન: સંકલ્પના અને અભ્યાસ અને પ્રાર્થના: ઉપયોગિતાલક્ષી સંદર્ભ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘યોગ અને માનસિક સ્વાસ્થ્ય’ પુસ્તકના માધ્યમથી ગુજરાતી યોગ સાહિત્યમાં વધારો થશે અને યોગના વ્યાપક પ્રચાર-પ્રસાર સાથે આ પુસ્તક આપ સર્વે માટે ઉપયોગી સિદ્ધ થાય એવી મંગળ ભાવના સાથે આ પુસ્તક ખરીદવા સહુને અનુરોધ કરું છું.

પુસ્તક પ્રાપ્તિ માટે મોબાઈલ નં.૮૫૧૧૩૩૧૧૩૩/ફોન નં.૦૨૮૧-૨૪૭૯૧૩૩ અથવા પ્રોજેકટ ‘લાઈફ’, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટનો સંપર્ક કરવા વિનંતી.

Loading...