ગુજરાતી થ્રીલર શોર્ટ ફિચર ફિલ્મ ૪૭ ધનસુખ ભવન ૨૬મીએ રિલીઝ

208
gujarati-thriller-short-feature-film-47-dhansukh-bhavan-released-on-26th
gujarati-thriller-short-feature-film-47-dhansukh-bhavan-released-on-26th

આગામી ૨૬મી જુલાઈએ ગુજરાતી થ્રિલર શોર્ટ ફિચર ફિલ્મ ૪૭ ધનસુખ ભવન સિનેમાઘરોમાં આવી પહોંચશે જેને લઈને દર્શકો ખુબ જ ઉત્સુક છે. આ ફિલ્મ રહસ્યનાં આટાપાટાથી ગુંચવાયેલી છે. રહસ્યથી ભરપુર ૪૭ ધનસુખ ભવનમાં દર્શકોને ગુજરાતી ફિલ્મનો કંઈક અલગ જ ક્ધસેપ્ટ નિહાળવા મળશે. તોફાન પહેલાની શાંતી ૨૬ જુલાઈએ ગુજરાતી શોર્ટ ફિચર ફિલ્મ ૪૭ ધનસુખ ભવન રિલીઝ થઈ રહી છે. રહસ્યમય અને થ્રિલરથી ભરપુર આ ફિચર ફિલ્મનાં ડાયરેકટર, રાઈટર, એડીટક-નૈતિક રાવલ છે. જેને રીશી વ્યાસ અને નૈતિક રાવલે પ્રોડયુસ કરી છે. ગેલોપ્સ ટોકીસ પ્રોડકશન હાઉસ દ્વારા તૈયાર થયેલી આ ફિચર ફિલ્મમાં ૪૭ ધનસુખ વિલાની સ્ટોરી ઘણા વર્ષો બાદ ધનસુખ વિલામાં આવેલા ત્રણ ભાઈબંધોની છે. જેમાંનો એક વ્યકિત ખુબ જ ગભ‚ અને તેને એકલો આ વીલામાં મુકી અન્ય બે વ્યકિત ફોન કરવા બહાર જાય છે અને આ રહસ્યમયી વિલામાં સર્જાય છે થ્રિલરનાં ડરાવનારા સીન… કોઈ છે અને કોઈ નથી…ના સંવાદ સાથે ભજવાયેલા સીન ખરેખર ‚વાડા ઉભા કરી દેશે. આ ફિચર ફિલ્મનાં કલાકારોમાં ગૌરવ પાશવાલા, રિશી વ્યાસ, શ્યામ નાયર, હેમાંગ વ્યાસ અને જય ભટ્ટ છે. આ ગુજરાતી ફિચર ફિલ્મ ૪૭ ધનસુખ ભવન ૨૬ જુલાઈએ સિનેમાઘરોમાં રિલિઝ થશે.

Loading...