૨૯મીએ મુંબઈ ખાતે ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ

93

ટીવી શો, નાટકો અને ફિલ્મોના નોમિનેશન જાહેર:શ્રેષ્ઠ નાટક સફરજનને એવોર્ડ

હેલ્લારો ૨૦૧૯ના વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ:મોન્ટુની બીટ્ટુને ૧૨ નોમિનેશન

ગુજરાતી મનોરંજન જગતના મુંબઈ ખાતે ભવ્ય રીતે યોજાતા વિશ્ર્વના સૌથી મોટા એક માત્ર ગુજરાતી મનોરંજન એવોર્ડ એવા ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન સ્ટેજ એવોર્ડએ દબદબાપૂર્વક ૧૯માં વર્ષમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ વર્ષથી જ તટસ્ટ એવોર્ડ આપવાની પરંપરા સતત ટ્રાન્સમીડિયા એ જાળવી રાખી છે.૨૦૧૯ના વર્ષથી જ તટસ્થ એવોર્ડ આપવાની પરંપરા સતત ટ્રાન્સમીડિયા એ જાળવી રાખી છે. ૨૦૧૯ના વર્ષમાં નિર્માણ પામેલા ગુજરાતી નાટકો, ગુજરાતી ટી.વી.શો. ગુજરાતી ફિલ્મોના નોમીનેશન્સ આજે તજજ્ઞોની બનેલી ખાસ કમિટિઓ દ્વારા સખત જીણવટ પૂર્વક પ્રત્યેક નાટકો, ટેલીઝિન શો અને ગુજરાતી ફિલ્મોના સ્કીનીંગ કરી જાહેર કરવામાં આવતા જ ગુજરાતી કલાજગતમાં ખુશીનો માહોલ છવાયો છે.આપણે જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મોનું સ્તર ગત પાંચ વર્ષથી સારું એવું ઉપર  આવ્યું  છે પ્રેક્ષકોની રૂચીને અનુરૂપ એક પછી એક સુંદર ફિલ્મો નિર્માણ પામી રહી છે.અને તેના પરિણામ રૂપે જ ૨૦૧૯ના વર્ષની શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ આપણી ભાષાની ફિલ્મ હેલ્લારો ને ફાળે આવ્યો છે જે સૌ ગુજરાતીઓ માટે આનંદ અને ગૌરવની વાત છે.

ટ્રાન્સમીડિયા એવોર્ડ અંગે વધુ વિગતો આપતા ટ્રાન્સમીડિયાના મેનેજીંગ ડીરેકટર જસ્મીન શાહે જણાવ્યું હતું કે ૨૦૧૯ના વર્ષમાં કુલ ૫૬ ફિલ્મો રીલીઝ થઈ જેમાંથી મોટાભાગની સારી ફિલ્મો આ સ્પર્ધામાં છે જે એક વિક્રમ છે તેજ રીતે ગુજરાત અને મુંબઈના નોંધનીય કહી શકાય એવા તમામ નાટકો અને ટેલિવિઝન શ્રેણીઓ આસ્પર્ધામાં છે જે એક વિક્રમ છે તેજ રીતે ગુજરાત અને મુંબઈના નોંધનીય કહી શકાય એવા તમામ નાટકો અને ટેલીવિઝન શ્રેણીઓ આસ્પર્ધામાં છે અને તેના નોમીનેશન્સ આજે વિધિવત રીતે કલાકારો કસબીઓ, મીડિયાના મિત્રો અને વિશિષ્ટ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવ્યા.આ વર્ષે ફિલ્મ અને ટેલીવિઝન જયુરીમાં જાણીતા તજજ્ઞો જેવા કે તુષાર વ્યાસ કાતિકેય ભટ્ટ,શ્રી નિવાસ પાત્રો, ચીકા ખરસાણી અને અતુલ બહ્મભટ્ટની સેવાઓ મળી જયારે ગુજરાત નાટક વિભાગ માટે જયશ્રી પરીખ રાજુબારોટ નિસર્ગ ત્રિવેદી અને દીપક અંતાણી નાી સેવાઓ મળી અને મુંબઈનાટકની જયુરીમા દીપક ઘીવાલા અને અમિત દિવેટિયાની સેવાઓ અમને મળી છે. આ વર્ષે બ્રોતકાસ્ટ પાર્ટનર તરીકે કલર્સ ગુજરાતી અને કલર્સ સિનેમા, તથા સોહમ ચેનલ રેડિયો પાર્ટનર તરીકે  રેડએફએમ અને મેગેઝીન પાર્ટનર તરીકે ગુજરાતીઓેનું માનીતું મેગેઝીન ચિત્રલેખા ટ્રાન્સમીડિયા સાથે છે.આ ઉપરાંત સોસીએલ મીડિયાની જવાબદારી તિહાઈટોક મહાદેવ ડીજીટલ અને બ્લોહોર્ન સંભાળે છે.અને આઉટ ડોર પબ્લીસીટીની જવાબદારી બ્રાઈટ આઉટ ડોર સંભાળે છે. આ સમગ્ર ઈવેન્ટને સફળતા બનાવવા જસ્મીન શાહની સાથે છેલ્લા ૧૯ વર્ષથી રાજુ સાવલા, દિપક અંતાણી,અભિલાષ ધોડા, રાજકુમાર જાની, કુ.ભૂમિકાશાહ અને જીગ્નેશ ભુતા સંપુર્ણ રીતે કાર્યરત છે.

ફિરોઝ ઈરાનીને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ

ટ્રાન્સમિડીયા લાઈફ ટાઈમ એચિવ મેન્ટ એવોર્ડ (પુરૂષ)ફિરોઝ ઈરાનીને અને સ્ત્રીમાં મીનલ પટેલને એનાયત કરાશે.જાણીતા પાર્શ્ર્વ ગાયક પ્રફુલ દવેને  સ્વ. હેમુ ગઢવી એવોર્ડ અને સંગીતકાર બેલડી કેદાર, ભાર્ગવને એવોર્ડ એનાયત કરાશે.

ગુજરાતી નાટકો, ટી.વી.શો અને ફિલ્મોના નોમિનેશન

ગુજરાતી ફિલ્મોમાં ટીચર એફધયર, મોન્ટુની બિદુ ધુમકી, ચીલઝડપ, કાચિંડો, બજાવા ગુજરાત ૧૧, મિસ્ટર કલાકાર, ચાસણી, રઘુ સી એનજી, ફેસબુક ધમાલ, મનસુખ ભવન, હંગામા હાઉસ અને દિયા -ધ વન્ડર ગર્લનું  નોમિનેશન જયારે ગુજરાતીના નાટકોમાં નિમિત કમબેક સુન, અદાલત ૨૪*૭, મુળરાજ પેન્સન, શુભમંગલ સાવધાન, એકલા ચાલોરે, ફેરાફરીને ફસાયા, તમારા ભાઈ ફુલ ફાટક નાટકોએ નોમિનેશન મેળવેલ છે અને કલર્સ ગુજરાતી પર આવતી સિરિયલ લક્ષ્મી સદૈવ મંગળ,સાવજ એક પ્રેમ કથા, મહેંક મોટાઘરની વહુ, અને દીકરી-વ્હાલનો દરિયો એ નોમીનેશન મેળવેલ છે.

Loading...