Abtak Media Google News
વિશ્વની સૌથી મોટી લોકશાહીની ગરીમા ધરાવતા ભારતનું ઈસરો અંતરીક્ષમાં વિશ્વના તમામ દેશોને પાછળ રાખી અગ્રેસર બની શકયું છે. તેમ હવે ઉર્જા ક્ષેત્રનાં વિકાસમાં ગુજરાતના માધ્યમથી ભારત ખરા અર્થમાં મહાસતા બનવા હરણફાળ ભરી રહ્યું છે. ફ્રાન્સના પાટનગર પેરીસમાં યોજાયેલી ગ્લોબલ સમીટમાં પૃથ્વીને ગ્લોબલ વોર્મીંગથી સુરક્ષીત રાખવાના પરામર્શમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈકલ્પીક ઉર્જા સ્ત્રોતોના વિકાસ અને ગ્રીન હાઉસ વોર્મીંગને કાબુમા રાખી દરેક રાષ્ટ્રને પૃથ્વીના વધતા જતા તાપમાનમાં પીસીના ઘટાડાના આયોજનના અનુમાહિતને તમામ દેશોએ આવકાર આપ્યો હતો. ભારતમાં વૈકલ્પીક ઉર્જાના વિકાસ માટે સરકારે ક્રાંતીકારી કાર્ય યોજનાઓનો અમલ શરૂ કરી દેશના વિકાસની સાથે ગ્લોબલ વોર્મીંગ સામેની પ્રતિબધ્ધતાનો બેવડો હેતુ સિધ્ધ થશે.કેન્દ્ર સરકાર દ્વારા સૌર અને જીવન ઉર્જાના ઉદઘાટનને પ્રારંભથી અને તેના અમલીકરણના મુસદ્દાને બહાલી આપી સૌર-પવન સોલરવીન્ડ કેમ્લાઈન્ડ વીન્ડ પ્રોજેકટના પીપીપીના ધોરણે નિર્માણ કરવાની યોજના બનાવી છે.આ સૌર પાવર પ્રોજેકટન સાથે જીવન ઉર્જાના અંતર માળખાકીય વિકાસની પરીયોજના અને જયા પવન ઉર્જા આધારીત વીન્ડ પાવર પ્રોજેકટ ચાલી રહ્યો છે. ત્યાં સોલાર પેનલો પ્રસ્થાપીત કરી કુદરતી રીતે તેના ઉપયોગ થકી દેશની ઉર્જા જરૂરીયાતો પૂરી પાડવાની મહામત્ત આરંભી છે.પાવર પ્રોજેકટની ૧૫ એકર સરકારી ખરાબાની જમીનો ૪૦ વર્ષના ભાડાપટે એક એકર દીઠ નકકી કરાયેલ ભાડામાં દર વર્ષે આશિંક વધારાની શરતે જમીન સરળતાથી ઉપલબ્ધ થવાના સરકારના પ્રોજેકટથી વિજળીની ઘટ તો દૂર થશે અને વધારાની ઉર્જાનું કુદરતી સંશાધન દ્વારા ઉત્પાદન થશે.દેશને વૈકલ્પીક ઉર્જાના અધિકારથી સમૃધ્ધ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહા અભિયાનમાં ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકાર મોખરે રહેવા કટીબધ્ધ બની છે. ગુજરાત સરકારે સોર અને પવન ઉર્જાના વિકાસ થકી ૧૫ હજાર મેગાવોટ રીન્યુએબલ એનજીના વિકાસને મૂર્તીમંત કરવા જે કમર કસી છે તેનાથી ગુજરાત દેશમાં જ નહી વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.અગાવ દાયકાઓ પૂર્વે ગુજરાતની ક્ષમતા અંગે આગાહી કરવામાં આવી છે કે ૨૧મી સદીમાં ગુજરાત વિશ્વનું પ્રતિનિધિત્વ કરશે આ ભવિષ્યવાણી ઉર્જા ક્ષેત્રનાં નિર્માણ થકી ગુજરાત અવશ્ય પણે વિશ્વકક્ષાએ અત્યારે ભારત જ નહી વિશ્વભરમાં વિજળીના ઉત્પાદન થકી ઉત્પન્ન થતા ગ્લોબલ વોર્મિંગના ભય સ્થાનો ઓછા થશે અને ગુજરાતના ઔદ્યોગીક વિકાસમાં અત્યારે ઊર્જાની અછત અને વિજળીના પડતર ભાવો ઉંચા હોવાથી ઉદ્યોગીક ઉત્પાદનોના વધતા ખર્ચ સામે રીન્યુએબલ એનર્જીના કારણે ઘર આંગણે વિજળીના ઉત્પાદથી નવા ઉદ્યોગોનું આગમન અને વિદેશી રોકાણકારો માટે ગુજરાત ખરા અર્થમાં સ્વર્ગ બની રહેશે.ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા વૈકલ્પીક ઉર્જાના પ્રોત્સાહનના ભારત સરકારના આવિષ્કાર સામે નવા સોલાર વીન્ડ પાવર કેમ્લેઈન્ડ પાવર પ્રોજેકટના સંયુકત નિર્માણ માટેની પ્રોત્સાહન યોજનાને વધુ પાવર સુલભ બનાવીને ગુજરાતને ઉર્જાનું હબ બનાવવા માટે સફળ અને સાચી દિશા મળી છે.વિશ્વમાં અત્યારે ઈંધણની વધતી જતી અછત-ભાવની સાથે સાથે હાઈડ્રો પાવર પ્રોજેકટ થકી વધતી ગ્લોબલ વોર્મિંગ સામે સુર્ય અને પવન આધારીત ઉર્જાનું આ આવિષ્કારથી ગુજરાત ઉર્જા ક્ષેત્રે વિશ્વનું પ્રેરણા સ્ત્રોત બની રહેશે તેમા બે મત નથી. જયજય ગરવી ગુજરાત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.