Abtak Media Google News

પાર્ટ ટાઈમ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને ફુલ ટાઈમ કરતી મહાપાલિકા

વર્ષ ૧૯૯૮માં કંડલા જામનગર પુર હોનારત વાવાઝોડા સમયે સફાઈની કામગીરી કરેલ રાજકોટના યુવાનોને રાજકોટ મહાનગરપાલિકામાં પાર્ટ ટાઈમ કર્મચારી તરીકે લેવામાં આવેલ. પાર્ટ ટાઈમ કર્મચારી તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારો દ્વારા ફૂલ ટાઈમ કામગીરી આપવા રજૂઆત કરવામાં આવતી હતી. જેના અનુસંધાને આજ તા.૧૨/૧૨/૨૦૧૯ના રોજ આ તમામ પાર્ટ ટાઈમ સફાઈ કામદારોને ફૂલ ટાઈમ કામગીરી આપવાનો નિર્ણય કરવામાં આવેલ. ફૂલ ટાઈમ કામગીરીનો નિર્ણય થતા પાર્ટ ટાઈમ સફાઈ કામદારો દ્વારા મેયર બિનાબેન આચાર્ય, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.કમિશનર પ્રજાપતિ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લિંબડ, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઈ પારધી, મહેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ અજયભાઈ વાઘેલા વિગેરેનું વાલ્મિકી સમાજના આગેવાન મુકેશભાઈ પરમાર, શ્રવણભાઈ ચૌહાણ, અજયભાઈ વાઘેલા, ગીરધરભાઈ વાઘેલા, કપીલભાઈ વાઘેલા, ચંદ્રેશભાઈ ચૌહાણની આગેવાનીમાં તમામ સફાઈ કામદારો દ્વારા પદાધિકારીઓનું અને અધિકારીઓનું ફૂલહારથી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ વિગેરેએ સફાઈ કામદારોને પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવા અને આગામી સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો પ્રથમ નંબર આવે તે માટે પુરા ખંતથી કામગીરી કરવા જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.