Abtak Media Google News

ચીની માલનો બહિષ્કાર કરવા લોકોને નિર્ધાર

સુરતમાં લોકોએ  ચીની માલનો બહિષ્કાર કરવા લીધા શપથ

સરહદપર શૈતાની કરનાર ચીન સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રોળેભભૂકયો છે. શાંતિ વાતાના નામે શૈતાની કરનાર ચીનને સબક શીખવાવા પરતર પગલા ભરે તેવી લોક માંગ રહી છે.

ચીન સામે લોકો આક્રોશ ભભૂકા ઉઠયો છે. હું પણ બદલો લઇ તેવા નારા લોકોમાંથી ઉઠી રહ્યા છે.

ગુજરાતના લોકો ચાઇનાની એપ મશીનરી કે કોઇપણ ચીજવસ્તુ નહી વાપરવાનો નિર્ધાર કરી રહ્યા છે અને બીજા લોકો ને પણ એ અંગે સમજાવી રહ્યા છે.ઉદ્યોગપતિઓ પણ ચીનની મશીનરી નહીં વાપરવા તથા તેનો કાચો માલ પણ નહીં મંગાવવા, વાપરવા નિર્ધાર કરી રહ્યા છે.

કોરોના કહેર વચ્ચે ચીન સરહદ પર તંગદિલી વધારી છે. અને ભારતીય પ્રદેશમાં ધુસણખોરી કરવાની પેટવી કરી છે. સરહદે ધુસણખોરી કરવા ભારતીય સૈનિક પર પથ્થર મારો, લાકડીઓ વરસાવી ખંધાઇ છતી કરી છે.જો કે ભારતીય સૈન્ય પણ ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. ત્યારે સરદહે લડતા જવાનોની સાથે દેશમાં રહેલા નાગરિકો પણ ચીનને સબક શીખવવા સજજ થઇ રહ્યા છે. લોકોમાં પણ ચીનની ખંખાઇ સામે રોષ પ્રબળ બની રહ્યો છે. અને ભારત લડી તેમ તેવી લોકો લાગણી વ્યકત કરી રહ્યા છે.

ચીન સામે ગુજરાતભરમાંથી લોકોને રોષ વધતો જાય છે. સુરતમાં તો લોકો ચીનના ઉત્પાદનોનાં બહિષ્કાર કરવાના શપથ લીધા છે અને મકકસ બની ચીનને સરદહદે તથા આર્થિક મોરચે પાઠ ભણાવવા લાગણી વ્યકત કરી રહ્યા છે.

ક્રિકેટ ટીમના પૂવે કેપ્ટન વિરેન્દ્ર સેરવાગે પણ ચીન પર આક્રોશ વ્યકત કર્યા છે. ટવીટ કરી તેમણે જણાવ્યુ છે કે ચીનને જડબાતોડ જવાબ આપવો જોઇએ. આપણો દેશ સરકાર સૈન્યની પડયો છે. આપણે સૌએ એક બની ચીન સામે લડી લેવાનું છે.

બંને દેશોના તનાવ પર અમારી નજર: અમેરિકા

દરમિયાન અમેરિકાએ પણ ભારત ચીન વિવાદ અંગે જણાવ્યુ હતુ કે સામે બન્ને દેશોના તનાવ પર નજર રાખી રહ્યા છીએ અને એનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તેવું ઇચ્છીએ છીએ.

મોદી કેમ ચૂપ છે? : રાહુલ ગાંધીનો આક્રોશ

વિપક્ષ કોંગ્રેસ આગેવાન અને સાંસદ રાહુલ ગાંધીએ પણ ચીનની આવી હરકતો સામે વડાપ્રધાન મોદી કેમ મૌન સેવી રહ્યા છે તેવો સવાલ ઉઠાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.