Abtak Media Google News

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઉંચાપાન ખાતે છાત્રોનું સ્નેહ મિલન એવમ વાલી સંમેલન  દાહોદ આદિવાસી વિકાસ પરિષદ સંચાલિત શાળાઓના  વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું હતું. વાલી સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીની ઉપસ્થિતિ જોવા મળી પોતાના બાળકોની કારકિર્દી અને માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત વાલીએ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજીએ મનનીય માર્ગદર્શન  બોડેલી તાલુકો જીલ્લો છોટાઉદેપુર ના ઊંચાપાન ખાતે અનેકો સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ નગીનભાઇ રાઠવા નાયબ ડી પી ઓ સુકેતુ પંડયા, જસવંતભાઈ સુતરિયા, વિપુલભાઈ રાઠવા, પરશોતમભાઈ રાઠવા સહિત અનેકો મહાનુભવોની વિશાળ ઉપસ્થિતિ હતી. પૂર્વ સાંસદ સોમજીભાઈ ડામોર ના પુત્ર રત્ન  નવનિયુક્ત પ્રમુખ વનરાજસિંહ ડામોરની અધ્યક્ષતામાં  વિદ્યાર્થી સ્નેહ મિલન એવમ વાલી સંમેલનમાં મહાનુભવો દ્વારા શીખ આપતો સંદેશ  જીવન ખૂબ આગળ વધો સમસ્ત માનવ સમાજ માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા ઓ માટે નિમિત બનો  શિક્ષણના માધ્યમથી માનપૂર્વક સમાજના  મુખ્ય પ્રવાહમાં રહી પોતાનું યોગદાન આપી ઉન્નત બનો ની શીખ આપી હતી. આદિવાસી યુવાનો દિશાદર્શક બની દરેક ક્ષેત્રે ખૂબ ઉન્નત બને તેવી શુભેચ્છા સાથે ભવ્ય સ્નેહ મિલન એવમ વાલી સંમેલન સમારોહ સંપન્ન થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.