Abtak Media Google News

પીરીયોડિક લેબર ફોર્સના સર્વેમાં રસપ્રદ પરિણામ મળ્યા બેરોજગારી દર ગત વર્ષના ૪.પ ટકાથી પણ ઘટીને ૩.૪ ટકા થઇ ગયો છે જે ગુજરાતની એક વિશિષ્ટ સિદ્ધિ

ગુજરાતે પોતાનો જ અગાઉના વર્ષનો આવો સૌથી ઓછી બેરોજગારીનો રેકોર્ડ આ વર્ષે તોડયો છે. આ જ સર્વેમાં ગયા વર્ષે ગુજરાત ૪.પ ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે દેશમાં અગ્રેસર રહ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્યમાં એમએસએમઈ સેકટર સહિતના ઊદ્યોગોને રાજ્ય સરકારના પ્રોત્સાહનો, સરળ નીતિઓ,  ત્વરિત લોન સહાય, લેબર રિફોર્મ્સ અને ઊદ્યોગ સંસ્થાપનમાં સરળતાને પગલે વધુ ઊદ્યોગો આવતાં આ વર્ષે આ બેરોજગારી દર ગત વર્ષના ૪.પ ટકાથી પણ ઘટીને ૩.૪ ટકા થઇ ગયો છે જે ગુજરાતની એક વિશિષ્ટ સિદ્ધિ છે. ગુજરાતની તૂલનાએ અન્ય મોટા રાજ્યો કર્ણાટક પ.૩, મહારાષ્ટ્ર ૬.૬, તામિલનાડુ ૭.ર, આંધ્રપ્રદેશ ૭.૮, હરિયાણા ૯ અને કેરાલા ૧૧ તેમજ તેલંગાણા ૧૧.પ ટકાનો બેરોજગારી દર ધરાવે છે. આ સર્વે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે. ગુજરાત રોજગારી સર્જન માટે દશકાઓથી દેશના તમામ રાજ્યોમાં ટોચના સ્થાને રહ્યું છે. હવે ફરીથી બેરોજગારી ઘટાડવામાં ગુજરાતે મુખ્યમંત્રી રૂપાણીની આગેવાનીમાં મેદાન માર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.