Abtak Media Google News

Table of Contents

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ આવતીકાલે ૨૫ જૂનના રોજ ચિંતન શિબિરમાં સવિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.

ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજાએ ચિંતન શિબિરના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતુ કે, આજથી ગુજરાત પ્રદેશ ભાજપાના તા. ૨૪ અને ૨૫ જૂન એમ બે દિવસીય ચાલનાર ચિંતન શિબિરનો દીપ પ્રાગટ્ય સાથે એસ.જી.વી.પી., છોરોડી, અમદાવાદ ખાતે શુભારંભ થયો છે. ચિંતન શિબિરમાં બીજા દિવસે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ પૂર્ણ દિવસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારીશ્રી ભુપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી સહિત પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ ઉપસ્થિત

2008Ad94 7F59 4E35 Bdf4 303824Aa72Ba

શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિરમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારીશ્રી ભુપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને કેન્દ્રીય મંત્રીશ્રીઓ સહિત પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ ઉપસ્થિતરહેશે.

શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપાના સંસદસભ્યો પ્રજાલક્ષી જનહિતના કાર્યો કરી રહ્યા છે. આગામી લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં જનતા જનાર્દનના આશીર્વાદથી તમામ લોકસભા બેઠકો પર પુનઃ ભાજપાનો ભવ્ય વિજય થશે. આજની આ ચિંતન શિબિરમાં આગામી લોકસભાની ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. લોકસભા બેઠકોની સમીક્ષા, સંગઠનલક્ષી ચર્ચાઓ, કાર્ય યોજનાઓ અને આગામી કાર્યક્રમો વિશે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની લોકકલ્યાણની વિવિધ યોજનાઓની માહિતી રાજ્યભરમાં ઘર-ઘર અને જન-જન સુધી પહોંચાડવા માટેની રૂપરેખા તેમજ સંગઠનલક્ષી વ્યવસ્થાઓ બાબતે ૧૦ જેટલા વિવિધ સત્રો હાથ ધરવામાં આવશે.

પ્રદેશ સંગઠનથી લઈને બુથ સ્તર સુધીના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની અપાર શકિતને કામે લગાડી આવનારી ચૂંટણીઓમાં ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠકો પુનઃ જીતીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બને તે માટેનું આકલન અને સંકલન હાથ ધરવામાં આવશે. – શ્રી આઈ. કે. જાડેજા

Bd0C1B37 D0D5 4Cc1 Af8E 535527A79811શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતં કે, ગુજરાતભરમાં ભાજપા શકિતકેન્દ્રો, બુથસમિતિ તેમજ પેજપ્રમુખની સુદ્રઢ વ્યવસ્થાઓ ધરાવે છે. પ્રદેશ સંગઠનથી લઈને બુથ સ્તર સુધીના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની અપાર શકિતને કામે લગાડી આવનારી ચૂંટણીઓમાં ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠકો પુનઃ જીતીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બને તે માટેનું આકલન અને સંકલન હાથ ધરવામાં આવશે.

કોંગ્રેસની નકારાત્મકતા પર આકરા પ્રહાર કરતાં શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા વિકાસ વિરોધી નકારાત્મક રાજનીતિ જ કરી છે. કોંગ્રેસનું કામ હંમેશા ગુજરાતના વિકાસમાં રોડા નાંખવાનું રહ્યું છે તે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ભાજપા છેલ્લા બે દસકાથી પણ વધુ સમયથી ગુજરાતમાં સેવા કરી રહી છે. કોંગ્રેસનું વલણ હંમેશાથી ખંડનાત્મક રહ્યું છે. શાંત ગુજરાતમાં યેન-કેન પ્રકારે વર્ગ-વિગ્રહ ફેલાવી શાંતિ ડહોળવાના પ્રયાસો કોંગ્રેસ સતત કરી રહી છે. પરંતુ ગુજરાતની પ્રજાએ નકારાત્મક કોંગ્રેસને ઠુકરાવીને હમણાં જ પૂર્ણ થયેલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સતત છઠ્ઠી વખત સત્તાના સુકાન ભાજપાને સોંપીને પોતાની વિકાસલક્ષી માનસિકતાનો પરચો સમગ્ર દેશ અને દુનિયા સમક્ષ બતાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.