Abtak Media Google News

રાજ્યભરમાં પડેલા કસોમસી વરસાદના પગલે ખેતીપાકોને મોટો પ્રમાણમાં નુકસાન થયું છે. હાલ દેશનો તાત ચિંતામાં મૂકાયો છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને મહંદઅંશે ફાયદો થાય કરાવવા માટે એક જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં વાવાઝોડા અને કમોસમી વરસાદ પર PMO દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના માવઠાને લઇને એક જાહેરાત કરવામાં આવી છે.જાહેરાત પ્રમાણે, વાવાઝોડામાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખની સહાય કરવામાં આવશે. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે. પીએમ મોદી ગુજરાતના અસરગ્રસ્ત લોકોને ફંડની રકમ નેશનલ રીલિફ ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે.


પીએમ મોદીએ મંગળવારે રાત્રે ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી દીધી હતી. તેમને લખ્યું હતું કે, ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાથી હું ખૂબ દુઃખી છું. જે લોકો મોતને ભેટ્યા છે તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના પ્રગટ કરું છું. હાલ તંત્ર આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જે લોકો અસરગ્રસ્ત થયા છે તેમને જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.