Abtak Media Google News

ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ ક્ષેત્રે ગુજરાતની વધુ એક નવતર પહેલ : મુખ્યમંત્રીના હસ્તે પોર્ટલનું લોન્ચીંગ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ ક્ષેત્રે આજે વધુ એક નવતર પહેલ કરી છેગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા ઉત્સુક વૈશ્વિક રોકાણકારોને પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે પારદર્શી પદ્ધતિએ ઓનલાઈન જમીન શોધવા માટે મદદરૂપ થવા ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલનું ગાંધીનગરમાં  વિજયભાઈ રૂપાણીએ લોન્ચિગ કર્યું હતું.આ લેન્ડ બેન્ક પોર્ટલને પરિણામે વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે સ્થળ અને જમીન પસંદગીની પારદર્શી અને ત્વરિત સુવિધા મળતી થશે

7537D2F3 5

આ લેન્ડ બેન્ક રાજયમાં જીઆઈડીસી, ધોલેરા એસઆઈઆર, પીસીપીઆઈઆર, એસઈઝેડ તેમજ પ્રાઈવેટ ઈન્ડ્સ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્ક વગેરેમાં ઉપલબ્ધ જમીનની માહિતી ઓનલાઈન પુરી પાડશે.એટલું જ નહીં ઉદ્યોગ રોકાણકારોને તે સ્થળની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ જેમાં રેલ, રોડ, એરપોર્ટ, પોર્ટ, પાવર, વોટર અને ગેસ ગ્રીડ નેટવર્ક તેમજ આઈટીઆઈ, શાળાઓ અને હોસ્પિટલ્સ જેવી સુવિધાઓઓની ઉપલબ્ધિની પણ જાણકારી પૂરી પાડશે આ લેન્ડ બેન્કના પોર્ટલની સુવિધાથી વૈશ્વિક રોકાણકારો ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ કરવા આવતા પહેલાં જ સ્થળ પસંદગી કરી શકશે અને જમીન શોધવા માટે તેમને જે સમય જાય છે તે બચતા વેળાસર પોતાના ઉદ્યોગો ગુજરાતમાં શરૂ કરી શકશે

મુખ્યમંત્રીએ ગુજરાત લેન્ડ બેન્કનું આ પોર્ટલ લોન્ચ કર્યું તે પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાશનાથન, મુખ્યમંત્રીના અગ્રસચિવ  મનોજકુમાર દાસ, ઈન્ડસ્ટ્રીઝ કમિશનર  રાહુલ ગુપ્તા તથા ઈન્ડેક્ષ-બીના એમડી શ્રીમતી નિલમ રાની અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.