Abtak Media Google News

વિરપુરમાં મોરારિબાપુની કાની પૂર્ણાહુતિ પ્રસંગે મુખ્યમંત્રીએ આરતી કરી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લાના વીરપુર ખાતેની જલારામબાપાની સુપ્રસિદ્ધ સદાવ્રત જગ્યામાં માનસ મર્મજ્ઞ મોરારીબાપુની રામકથાની પૂર્ણાહુતિ પ્રસંગે દર્શન અને આરતી કરી ધન્યતા અનુભવી હતી.

રામકથામાં મોરારીબાપુના આશીર્વાદ લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભકતો સેવકોને દેશ અને ગુજરાતની માનવ અને જીવમાત્રના કલ્યાણની સંસ્કૃતિની વાત કરતા જણાવ્યું હતુ કે, જલારામ બાપા, નરસિંહ મહેતા, સ્વામિ નારાયણ ભગવાન સહિતના સંતોએ ચીંધેલા માનવ કલ્યાણનાં માર્ગે ગુજરાત આગળ વધ્યું છે. ગુજરાત મહાત્મા ગાંધીનું છે, સરદાર સાહેબનું છે. મોરારીબાપુનું પણ છે તેમ જણાવીને ગુજરાત સંસ્કારી અને કરુણા તેમજ કોઈ ભૂખ્યું ન રહે તેવી માનવતાવાળુ છે અને રહેશે, તેનું આપણને ગૌરવ છે તેમ પણ જણાવ્યું હતું.

Img 4686

મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામના પાઠવી અંતમાં કહ્યું કે મને આ કથામાં સહભાગી કરવા બદલ કથાના આયોજક પરિવારનો આભાર માની કથામાં આરતી દર્શન કર્યા અંગે ધન્યતાની લાગણી અનુભવી હતી.

Img 4688

અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રામકથા પ્રસંગે આરતીમાં મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી પણ સહભાગી થયા હતા. આ પ્રસંગે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપા, તેમના બહેન શીલાબેન તેમજ પરિવારજનો અગ્રણીઓ સેવકો અને સૌરાષ્ટ્રના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી જલારામ બાપાના મંદિરે દર્શન કરી સેવકોની સાથે સદાવ્રત પ્રસાદમાં પણ સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.