Abtak Media Google News

કચ્છ પર અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન

કચ્છ અને તેને અડીને આવેલા વિસ્તાર પર દરિયાઇ સપાટીથી ૨.૧ કિ.મિ.ના સ્તર સુધી અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન છવાયું છે. આ સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના છે.

શ્રાવણ માસ દરમ્યાન વરસાદના હળવા ઝાપટાં પડતાં હોય છે અને તેને શ્રાવણના સરવડાં તરીકે લોકબોલીમાં કહેવાય છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજ્યભરમાં શ્રાવણના સરવડાં વરસ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી છે.અમદાવાદ,ગાંધીનગર, ડીસા, ઇડર, વડોદરા, સુરત, વલસાડ, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર, રાજકોટ, ભુજ વગેરે શહેરોમા વરસાદના હળવા ઝાપટાં પડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.