Abtak Media Google News

ધરમપુરના માલનપાડાના વિશાળ મેદાનમાં વડાપ્રધાનની જાહેર સભા 

વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. તેઓ વલસાડ જિલ્લા અને ડાંગ જિલ્લાની વિધાનસભા બેઠકોને આવરી લેતા મત વિસ્તાર માટે ધરમપુરના માલનપાડાના વિશાળ મેદાનમાં જાહેર સભા સંબોધી રહ્યા છે. મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, 9મી તારીખે આપ ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાના છો. નવમી તારીખે તમારે નક્કી કરવાનું છે કે જે લોકો ગુજરાતને એની પ્રગતિને ગુજરાત નામને ગુજરાતના કોઇ વ્યક્તિને ન સહન કરી શકે છે ન સ્વીકારી શકે છે. આવા લોકોને નવમી તારીખે એવી સજા કરવાની છે કે દેશ અને દુનિયામાં આ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે. બિહાર અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બંગાળને બદનામ કરતા નહોતા, એક માત્ર ગુજરાત એવું છે, કોંગ્રેસનો કોઇપણ માણસ દિવસમાં એકવાર ગુજરાતને ભાંડ્યા વગર તેમને ચેન નથી પડતો.

 મુખ્ય મુદ્દાઓ

– આપણો ગુનો શું? સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાતના હતા એ આપણો ગુનો, દેશને એક કર્યો અને તમે કાશ્મિરની જવાબદારી લીધી તેનો પત્તો નથી પડતો. એ ગુજરાતના હતા એટલે તેમને પેટમાં દુખે છે. મોરરાજી દેસાઇએ ઇન્દિરાગાંધી સામે વડાપ્રધાન પદનો દાવો કર્યો તો તેમનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો.

– આપણા વલસાડ જિલ્લાનું સંતાન મોરરાજી દેસાઇને તમે જેલમાં પૂરી દીધા. ગુજરાત માટે આટલી બધી નફરત એટલે એકવાર ગુજરાતે આ લોકોને એવો પાઠ ભણાવવાનો છેકે દેશ અને દુનિયામાં ગુજરાતને બેઆબરુ કરવાનું બંધ કરો, આ ગુજરાત ક્યારેય કોઇની મહેરબાની જીવ્યું નથી અને જીવશે નહીં. તમારી ચાર પેઢી ગુજરાતને તહેસ નહેસ કરવા પ્રયાસ કર્યા પણ તેને ઉની આંચ આવી નથી, એ ગુજરાતની તાકાત છે.

– કોંગ્રેસ લાજ શરમ છોડી દીધી છે. જે લોકો જમાનત પર હોય જેમણે કોર્ટે જમાનત આપી હોય, કેસ રજીસ્ટ્રાર કરવાનો હુકમ કર્યો હોય, કોંગ્રેસ પાર્ટી તેને અધ્યક્ષ બનાવવા માટે મજબૂર બને એનો અર્થ એ થાય કે કોંગ્રેસે દેવાળું ફૂંક્યું છે. તેની પાસે કંઇ બચ્યું છે. કોંગ્રેસમાં કેવા લોકો ઉપર આવવાના છે તેનો અણસાર આપે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ધરમપુર ખાતે ભાજપના પ્રચાર માટે એક જનસભાને સંબોધી રહ્યા છે. ત્યારે તેમણે આ પ્રસંગે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ગુજરાતને તેનું સન્માન નથી આપ્યું. વધુમાં તેમણે રાહુલ ગાંધીની તાજપોશી અને આજે તેમની ભરેલા કોંગ્રેસના અધ્યક્ષ પદના નામાંકન અંગે બોલતા જણાવ્યું કે કોંગ્રેસ પાસે હવે કંંઇ બચ્યું નથી માટે તે રાહુલ ગાંધીને તેના પાર્ટીના અધ્યક્ષ બનાવે છે. વધુમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જામીન પર છૂટેલા નેતા છે અને આવા નેતાને અધ્યક્ષ બનાવીને કોંગ્રેસ પૂરવાર કરે છે કે આવનારા સમયમાં તે કેવા નેતાને પોતાની પાર્ટીમાં આગળ લાવવા માંગે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. ધરમપુર ખાતેની તેમની આ સભામાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સમતે બીજા કયા મુદ્દા પર ટિપ્પણી કરી જાણો અહીં…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરમપુરની આ સભામાં કહ્યું કે એક જમાનો હતો કે લોકો સેક્યૂલર થવા દોડમ દોડી કરતા હતા. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં બધાને 70 વર્ષે ક્યાં ક્યાં જવું પડે છે. પણ ગુજરાતની જનતા ભોળી નથી કે આ બધુ માની લે. ગુજરાતમાં છળ-કપટ જાણી લેવાની ગુજરાતીઓમાં ખાસ આવડત છે. આ ચૂંટણીમાં ગુજરાત કોઇ કાળે તે શાંખી લેવાનું નથી. આટલો બધો હોબાળો કર્યો પણ ઉત્તર પ્રદેશ જીતી ના શક્યા. તેમણે કહ્યું કે તમારી પાંચ પાંચ પેઢી ઉત્તર પ્રદેશમાં પગ જમાવીને બેઠી હતી. પણ હવે ઉત્તર પ્રદેશની જનતા તમને ઓળખી ગઇ છે. હવે તે ચોથા-પાંચમાં નંબરે પણ તેમની પાર્ટીનું નામ નથી. માટે તે હવે ગુજરાતમાં મોદીને પાડવા માંગે છે જેથી કરીને કોઇ તેમને સાંભળે પણ શું તમે આ થવા દેશો. કોંગ્રેસ હંમેશા શહેરી અને આદિવાસી, ઊંચી નીચ વચ્ચે લડાઇ કરવાનું જ કામ કર્યું છે.

પ્રધઆનમંત્રીએ બીજા દિવસની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં સભાને સંબોધતા રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર પર  નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે કોંગ્રેસ  ઐરંગઝેબ જેવી છે અને  અહીં પરિવાર વાદ ચાલે છે.

  • ગરીબોને છેતરી જનારા પાસેથી મોદી બધું જ પાછું કઢાવશે.
  • તમે સાંભળ્યું કે મોદીના ઘરનાએ આટલા રૂપિયાનો ગોટાળો કર્યો કે  મોદીના ઘરના જમાઈ પૈસા લઈ ગયા.
  • અમે વિકાસના નામે મત માંગીએ છીએ. ગુજરાતની જનતા ભોળી નથી જેને તમે છેતરી જાવ
  • કોંગ્રેસના નેતા પણ માને છે કે કોંગ્રેસ પાર્ટી નથી.
  • બાદશાહના સંતાનને જ સત્તા મળતી હોય છે.
  • ગુજરાતને બદનામ કરવા વાળાને સજા આપવાની છે.
  • ગુજરાતને બદનામ કરાનારાને 9તારીખે મળી જશે સજા.
  • મારા માટે દેશની જનતા જ હાઇકમાન્ડ છે
  • કોંગ્રેસે દેવાળું ફૂંક્યું છે. જે જામીન પર હોય તેને અધ્યક્ષ બનાવે છે.
  • જીવનના મહત્વના દિવસો આદિવાસી વિસ્તારમાં મેં વિતાવ્યા છે.

નોટબંધી પર મોદી

મેં ગુજરાતમાં આટલા વર્ષો ગુજરાતમાં સેવા કરી. 22 વર્ષોમાં કદી તમે સાંભળ્યું કે મારો કે મારા પરિવારના કોઇ વ્યક્તિનું નામનું નામ કોઇ કૌભાંડ આવ્યું હોય. અમારા કોઇ જમાઇએ કૌભાંડ કર્યું હોય. દેશને કોંગ્રેસે લૂંટ્યો છે. હવે મારા આવવાથી પૂછે છે કે હવે કહો કેટલા આવ્યા? આ નોટબંધી મેં એટલા માટે કરી કે ગરીબોનું જેમણે લૂંટ્યું છે તેમને પાછું આપી શકું. શું નોટબંધીથી તમને કોઇ વાંધો છે ખાલી કોંગ્રેસને જ કેમ વાંધો છે? તમને નોટબંધી ગમી, પ્રામાણિક માણસને નોટબંધીથી વાંધો નથી આવ્યો. કોંગ્રેસની પાસે થપ્પી બહુ હતી એટલે તે દુખી છે. કોંગ્રેસે પણ કમાઉ દિકરો નોટબંધીમાં ગયો છે માટે રડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.