ગુજરાત અહિંસા, સદાચાર અને જીવદયાના કાર્યોથી  ભારતનું બન્યું છે રોલમોડેલ: મુખ્યમંત્રી

45
gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister
gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અમદાવાદમાં રૂા.૬ કરોડના ખર્ચે નવનિર્મિત તેરાપં ભવનનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આવનારી સદી ભારતની સદી વર્ણવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી પેઢી સહિત લોકોમાં જૈન ધર્મના અનેકાંત, અપરિગ્રહ અહિંસાના સિધ્ધાંતોને વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રસ્થાપિત કરીને વિશ્વનું દિશાદર્શન ભારત કરશે.

મુખ્યમંત્રી અમદાવાદમાં તેરાપંથ સમાજના રૂ. ૬ કરોડના ખર્ચે નવનિર્મિત તેરાપંથ ભવનનું ઉદ્દઘાટન કરતાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે જૈન સમાજના આચાર્ય ભિક્ષુકજી, તુલસીજીથી લઇને યુવા આચાર્ય મહાપ્રજ્ઞેયજીએ સામાજિક અને આધ્યાત્મિક ચેતના જગાવવાને જે યજ્ઞ આદર્યો છે તેને આ ભવનનની ગતિવિધિઓથી વેગ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister

મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોની આધ્યાત્મિક ચેતનાને ઉર્ધ્વગામી દિશા આપતા તપ, આરાધના, પૂદગલ, અણુવ્રત, પ્રેક્ષાધ્યાન જેવા આયામોથી સમાજ સમસ્તમાં જીવથી શિવ, વ્યકિતથી સમષ્ટિ અને આત્માથી પરમાત્માની ભાવના પ્રજવલિત રહે છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાત અહિંસા, સદાચાર અને જીવદયા, સૌને અભયદાન જેવા કાર્યક્રમોથી ભારતનું રોલ મોડેલ બન્યું છે.

gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister
gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં જીવ માત્રની રક્ષા માટે આપણે સંપૂર્ણ પ્રતિબધ્ધતા દાખવીને ગૌવંશ હત્યા સામે કડક કાયદો બનાવ્યો છે. જીવીત પશુઓની નિકાસ કરનારાઓ સામે પણ સખ્તાઇથી પેશ આવી રૂક જાવનો આદેશ આપ્યો છે.

તેમણે ગુજરાતમાં અબોલ પશુજીવો-પક્ષીઓની સારવાર સુશ્રુષા માટે તમામ જિલ્લામાં કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર, મકરસંક્રાંતિએ કરૂણા અભિયાન અન્વયે ઘાયલ પક્ષીઓને બચાવવાના પગલાંઓ દ્વારા જીવો અને જીવવા દો સાથે જીવાડોની પણ સંવેદના તેમની સરકારે દાખવી છે તેની છણાવટ કરી હતી.

gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister
gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister

રાજ્યમાં પગપાળા વિચરણ કરતા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ અકસ્માતથી રક્ષણ આપવા પગદંડી તહેત રપ૦ કિ.મી.ના કામો થયા છે. આ વર્ષે નવા રપ૦ કિ.મી.ના કામો વેગવાન બનાવવાની ભૂમિકા પણ વિજયભાઇ રૂપાણીએ આપી હતી.

મુખ્યમંત્રીએ સાંપ્રત સમયમાં અહિંસા, અપરિગ્રહ, તપોનિષ્ઠા માટે આવા ભવનોને ચેતના કેન્દ્ર ગણાવતાં તેરાપંથ ભવનનું નિર્માણ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે તેમ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ અન્ય માટે સમર્પિત થવાના-સમાજને કાંઇ આપવાના અને અહિંસા-સદાચારના મહાવીર સ્વામીના સિધ્ધાંતોને અનુસરીને ગાંધી-સરદાર-હેમચંન્દ્રાચાર્ય, નર્મદના ગુજરાતને વધુ સમૃધ્ધ-સશકત શકિતશાળી સમાજ સહયોગથી બનાવવાની નેમ દર્શાવી હતી.

gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister
gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister

તેમણે પ્રધાનમંત્રીની સંકલ્પનાના ન્યૂ ઇન્ડીયાને સાકાર તીર્થંકરોના આશીર્વાદથી નવા માનબિંદુઓનો ઉદય કરવા માટે સૌ જૈન ધર્મપ્રેમીઓને પ્રેરણા આપી હતી.

આ અવસરે મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિમાં તેરાપંથ સમાજે રૂ. પ લાખના ફાળાનો ચેક અર્પણ કર્યો હતો.  તેરાપંથ-જૈન સમાજના વિવિધ અગ્રણીઓએ મુખ્યમંત્રીનું સન્માન-અભિવાદન કહ્યું હતું.

gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister
gujarat-has-become-indias-role-by-non-violence-goodwill-and-living-work-chief-minister

આ વેળાએ અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલ, અસારવાના ધારાસભ્ય પ્રદીપભાઇ, પૂર્વ મંત્રી ભરતભાઇ બારોટ, જૈન સાધ્વી સત્યપ્રભાજી સહિત સાધ્વી ગણ, જૈન સમુદાયના સૌ ભાવિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Loading...