ગુજરાત સરકારને આઈએમએ ૧૦ હજાર પીપીઈ કિટ પુરી પાડશે

64

પ્રથમ કિટ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ કરતા ડો.ભરત કાકડિયા અને ડો.કિર્તી પટેલ

મુખ્યમંત્રીએ ખાસ  સુચના આપી કીટ માટે જરૂરી લાયસન્સ માટેની કામગીરીમાં અડચણ ન થાય તેની સુચનાઓ આપી

પ્રવર્તમાન સમયમાં કોરોના મહામારી દરમ્યાન ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટ બ્રાન્ચ દ્વારા હેલ્થ પ્રોફેશનલના સ્વસ્થ્યને ઘ્યાનમાં રાખીને સૌ પ્રથમ વખત પી.પી.ઇ.  પર્સનલ પ્રોટેકશન કીટ તૈયાર કરવાનુંખાસ અભિયાન હાથ ધરેલ છે.

રાજકોટ બ્રાન્ચના પ્રમુખ ડો. ચેતન લાલસેતા તથા સેક્રેટરી ડો. તેજસ કરમટા ની યાદી મુજબ ખાસ પ્રકારના ફેબ્રીકમાંથી કીટ તૈયાર કરવામાં આવી છે.

આ ઉપરાંત આ ફેબ્રીકને ગર્વમેન્ટ ઇન્ડીયા મારફત ખાસ પરવાનગી આપવામાં આવેલ છે.

આ અભિયાન અંગે જણાવતા ડો. મયંક ઠકકર અને ડો. પારસ શાહના જણાવ્યા મુજબ આ કાપડ ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયાને લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરેલ છે.

ગુજરાત રાજયમા આ કીટ માટેની ખાસ પરવાનગી મેળવ્યા બાદ અન્ય જરુરી ઉપકરણો પણ સામેલ કરેલ છે.

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાષ્ટ્રીય ઉપપ્રમુખ તથા ગુજરાતના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારીના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારને આ પ્રકારની ૧૦૦૦૦ કીટ પુરી પાડવામાં આવશે.

અત્યારના સયમમાં સૌ પ્રથમ તૈયાર થયેલી આ કીટ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રત કરવા માટે રાજકોટના ડો. ભરત કાકડીયા તથા ડો. કીર્તી પટેલ પણ ઉ૫સ્થિત રહેલ હતા.

માનવીય અભિયાનધરાવતા આઇ.એમ.એ. ના ડોટકરના આ કોઇને મુખ્યમંત્રી ખાસ  સુચના આપી તે આ કીટ માટે જરુરી લાયસન્સ માટેની કામગીરીમાં અડચણ ન થાય તેની સુચના આપેલ છે.

ઉપરોકત કામગીરીમાં ડો. ભાવીન કોઠારીએ ચાવીરુપ ભુમીકા ભજવી છે અને અભિયાન સફળ બનાવવા ખુબ જ જહેમત ઉઠાવી છે.

કોરોના વાયરસનાં કહેર વચ્ચે સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. આવા સંજોગોમાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા આઈએમએ દ્વારા પણ સરકારને મદદ કરવાનો નિર્ણય લેવાયો હતો જેના અનુસંધાને આજરોજ હેલ્થ પ્રોફેશનલનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પીપીઈ પર્સનલ પ્રોટેકશન કિટ તૈયાર કરવાનું અભિયાન હાથ ધરાયા બાદ પ્રથમ કિટ તૈયાર કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ કરવામાં આવી હતી.

Loading...