Abtak Media Google News

કોઇપણ વાદ-વિવાદ વિના નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપનાને મંજુરીની મહોર

માર્ચ મહિના દરમિયાન લોકસભાના સત્રમાં નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી બિલ રજુ કરવામાં આવ્યું હતું. જે બાદ ગત રવિવારે રાજયકક્ષાના ગૃહમંત્રી જી. કિશન રેડ્ડીએ બિલની મંજુરી મેળવી કાયદાકીય પ્રક્રિયા માટે આગળ મોકલ્યું હતું. કોરેન્સીક સાયન્સનો અભ્યાસ કરવા ઇચ્છુકો માટે આ નિર્ણય આશિવાદરૂપ સાબિત થશે.ગુજરાત ફોરન્સીક સાયન્સ યુનિવર્સિટીની બહાલી માટે લોકસભામાં સરકારે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિ. સ્થાપના માટેની કોઇપણ ચર્ચા વગર રવિવારે મંજુરીની મહોર આપી હતી.

ગત સત્ર દરમિયાન માર્ચ મહિનામાં ગૃહમાં નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી પ્રક્રિયા  માટે આગળ મોકલ્યો હતો.

લોકસભાની મેજ ઉપર આવેલ આ બિલને કોઇપણ ચર્ચા વગર રાજયકક્ષાના ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ કાયદાકિય પ્રક્રિયા માટે આગળ મોકલ્યો હતો.

ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિ.માં ડીગ્રી અને અન્ય વ્યવસાયિક કોર્ષનું જ્ઞાન આપવામાં આવશે તેમાં લીંગ ભેદ વગર જ્ઞાતિ શકિતના ભેદભાવ વગર તમામને પ્રવેશ આપવામાં આવશે. આ સુધારા બિલમાં રક્ષાસતિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સંશાધન તરીકેનું મહત્વ આપીને તેનું નામ બદલવાનું પણ સભામાં ચર્ચાયું હતું. ઘ્વનિ મતમાં કોંગ્રેસના અબ્દુલ ખાલીકે રક્ષા શકિત યુનિ. ની જગ્યાએ સંસ્થા માટેની ચર્ચા કરીને કેટલાંક પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા.સરકાર ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિ. ના માઘ્યમથી ફોરેન્સીક સાયન્સ ક્ષેત્રના વ્યાય વધારવા માટે કટિબઘ્ધ હોવાનું રાજયકક્ષાના ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રક્ષા યુનિ. ના કેન્દ્ર સ્થાને ફોરેન્સીક વિજ્ઞાનના અભ્યાસ ક્રમની વ્યવસ્થા આ દિશામાં નવા યુગનો આરંભ કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.