Abtak Media Google News

નવા સત્ર ધો.૧ માં પ્રવેશ મેળવનાર ભૂલકાઓ અને વાલીઓના વ્હારે ગુજરાત એજયુકેશન કમીટીના કાર્યકર્તાઓ આર.ટી.ઇ. કાયદાની જાણકારી મેળવી. માહીતગાર કરવા ગુજરાત એજયુકેશન કમીટી આયોજીત આર.ટી.ઇ. ના પ્રચાર માટે વાલી માર્ગદર્શન કેમ્પનું આયોજન બુધવારે રાજકોટની આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતુ. આ વર્ષે વાલીઓને વધુ જાગૃત કરવા ઠરાવ વર્ષ ૧૯૭૯ મુજબ બાળકની જવાબદારી ૦ થી ૧૮ વર્ષ હોવાથી આર.ટી.ઇ. કાયદો કે.જી. થી ધો.૧ર સુધી લાગુ કરવા માંગ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ૧૫૦૦૦  ફોર્મ ભરવાનો અને ગુજરાતનો ૧૫૦૦૦૦ ફોર્મ ભરવાનો લક્ષ્યાંક રખાયો છે. તેમજ વાલીઓને જાગૃત કરવા ૩ લાખ પત્રીકાનું વિતરણ સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવશે.

Gujrat News | Rajkot
gujrat news | rajkot

આ કાર્યક્રમને સફળ બનાવવા અઘ્યક્ષ વિપુલભાઇ જાદવ, કાર્યકારી અઘ્યક્ષ મોહનભાઇ સોનેગ્રા, ઉપપ્રમુખ મનીષકુમાર ઓડેદરા, ઉપપ્રમુખ મેરામણભાઇ ગંભીર, મહામંત્રી ગફારભાઇ પતાણી, મહામંત્રી મનીષભાઇ સાગઠીયા, સંગઠન મંત્રી પ્રવિણભાઇ વેગડ, અરવિંદભાઇ સરવૈયા, દિનેશભાઇ પ્રજાપતિ, નરેશભાઇ પરમાર, યુનુસભાઇ બેલીમ, દિપકભાઇ કાપડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ગુજરાત એજયુકેશન કમીટીના કાર્યકર્તા દિનેશ પ્રજાપતિએ અબતક સાથેની વાતચીત દરમીયાન જણાવ્યું હતું કે રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત છેલ્લા ચાર વર્ષથી અમો પ્રચાર-પ્રસારનું કાર્ય કરી રહ્યા છીએ અને આ કમીટી દ્વારા જે બાળકો એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., અને જનરલ કેટેગરીમાં આવતા હોય તેમજ આવક ઓછી હોય અને આર્થિક રીતે પછાત હોય અને સરકાર તરફથી જે કાયદો બનાવવામાં આવ્યો છે. આર.ટી.આઇ. માં પ્રવેશ મળે તે માટે જાગૃતા લાવવા આર.ટી.આઇ. બાળક સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દરેક વાલીઓને જાગૃતતા લાવવા માટે અંદાજીત ૩૦૦ થી વધુ લોકોએ લાભ લીધો અને નામની નોંધણી કરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.