રાજકોટમાંથી ચૂંટાયેલા બે ધારાસભ્યો બન્યાં ગુજરાતનાં મુખ્યમંત્રી

Narendra modi | Vijay Rupani
Narendra modi | Vijay Rupani

નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણી પેટાચૂંટણીનો જંગ જીતી સીએમ બન્યા હતા

તા.૧લી મે. ૧૯૬૧નાં રોજ બૃહદ મુંબઈ રાજયમાંથી અલગ થઈને ગુજરાત રાજય અલગ અસ્તિત્વમાં આવ્યું રાજયભરમાં ૧૯૬૨થી અત્યાર સુધીમાં વિધાનસભાની બાર ચૂંટણીઓ યોજાઈ છે. ચૂંટણીના પરિણામો કાયમ રોમાંચક રહ્યા છે તે જ તેનુંમુખ્ય લક્ષણ અને વિશેષતા રહ્યા છે. રાજકોટની વિધાનસભાની બેઠકો વિશે થોડી માહિતી અંગે પ્રસ્તુત કરી છે.

૧૯૬૨ની પહેલી વિધાનસભાની ચૂંટણી રાજયમાં યોજવામાં આવી ત્યારે રાજકોટની તે વખતની વસ્તીને ધ્યાનમાં રશખીને એક બેઠક હતી ત્યારબાદ ૧૯૬૭માં બે બેઠકો થઈ અને ૧૯૭૫માં રાજકોટ ૧ રાજકોટ ૨ તથા રાજકોટ ગ્રામ્ય એમ ત્રણ બેઠકો માટે ચૂંટણીઓ યોજવામાં આવી જયારે ૨૦૧૨ની સાલમાં રાજકોટ ખાતે વધુ એક બેઠકનો વધારો થતા હવે ૧,૨,૩ તથા રાજકોટ (ગ્રામ્ય) એમ ૪ બેઠકોને ચૂંટણી પંચે મંજૂરી આપી છે.

રાજકોટ ૨ વિધાનસભા મત વિભાગમાં ૧૯૯૮માં આ બેઠક પરથી ચૂંટાયેલા વિધાનસભ્ય વજુભાઈ વાળાએ ૨૦૦૧માં રાજીનામું આપ્યું અને પેટા ચૂંટણી થઈ તેમાં નરેન્દ્રભાઈ મોદી આબેઠક પરથી જીત મેળવીને મુખ્યમંત્રી બન્યા. આ જ બેઠકની ૨૦૧૨ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવનાર વજુભાઈ વાળાની કર્ણાટકના ગવર્નર તરીકે નિમણુંક થતા ફરી આ બેઠકની પેટા ચૂંટણી યોજવામાં આવી. તેમાં વિજયભાઈ રૂપાણી વિજેતા જાહેર થયા હતા. તેઓએ પણ હાલના રાજયનાં મુખ્યમંત્રીના પદને શોભાવ્યું.

રાજકોટ શહેરની બેઠકો માટે ૧૯૬૨થી ૨૦૧૨ સુધીની યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયેલ ઉમેદવાર અને તદન નજીકનાં હરીફ ઉમેદવારોને મળેલ મતોની વિગતો રજૂ કરવામાં આવી છે.

૧૯૬૨: રાજકોટ બાબુભાઈ પી વૈધ અપક્ષ, ૧૯૬૭ રાજકોટ-૧ ચિમનભાઈ શુકલ જનસંઘ, રાજકોટ ૨ એમ.પી. જાડેજા સ્વતંત્ર પાર્ટી,

૧૯૭૨: રાજકોટ-૧ મનસુખભઈ જોશી કોંગ્રેસ, રાજકોટ-૨ પ્રધુમનસિંહ જાડેજા કોંગ્રેસ,

૧૯૭૫: રાજકોટ-૧ કેશુભાઈ પટેલ જનસંઘ, રાજકોટ-૨ અરવિંદભાઈ મણીયાર જનસંઘ, રાજકોટ અ.જા. વાઘેલા ભાનુભાઈ જી. કોંગ્રેસ

૧૯૮૦: રાજકોટ-૧ મનોહરસિંહજી જાડેજા-કોંગ્રેસ, રાજકોટ-૨ મણીભાઈ રાણપરા કોંગ્રેસ, રાજકોટ અ.જા. વાઘેલા ભાનુભાઈ જી. કોંગ્રેસ

૧૯૮૫: રાજકોટ-૧ સુશિલાબેન કે.શેઠ કોંગ્રેસ, રાજકોટ-૨ વજુભાઈ વાળા ભાજપ, રાજકોટ અ.જા. ચંદ્રકાંતભાઈ વાઘેલા કોંગ્રેસ

૧૯૯૦: રાજકોટ-૧ મનોહરસિંહજી જાડેજા-કોંગ્રેસ, રાજકોટ-૨ વજુભાઈ વાળા ભાજપ, રાજકોટ અ.જા. માધુભાઈ બાબરીયા ભાજપ

૧૯૯૫: રાજકોટ-૧ ઉમેશ રાજયગુ‚ ભાજપ, રાજકોટ-૨ વજુભાઈ વાળા ભાજપ, રાજકોટ અ.જા. શાંતાબેન ચાવડા કોંગ્રેસ

૧૯૯૮: રાજકોટ-૧ રમેશભાઈ ‚પાપરા ભાજપ, રાજકોટ-૨ વજુભાઈવાળા ભાજપ, રાજકોટ અ.જા. માધુભાઈ બાબરીયા ભાજપ

૨૦૦૨: રાજકોટ-૧ ટપુભાઈ લીંબાસીયા ભાજપ, રાજકોટ-૨ વજુભાઈવાળા- ભાજપ, રાજકોટ અ.જા. સિધ્ધાર્થ પરમાર ભાજપ

૨૦૦૭: રાજકોટ-૧ ગોવિંદભાઈ પટેલ-ભાજપ, રાજકોટ-૨ વજુભાઈવાળા ભાજપ, રાજકોટ અ.જા. ભાનુબેન બાબરીયા ભાજપ

૨૦૧૨: રાજકોટ-૧ ઈન્દ્રનીલભાઈ રાજયગુ‚-કોંગ્રેસ, રાજકોટ-૨ વજુભાઈ વાળા-ભાજપ, રાજકોટ-૩ ગોવિંદભાઈ પટેલ -ભાજપ, રાજકોટ ગ્રામ્ય ભાનુબેન બાબરીયા-ભાજપ

પેટા ચૂંટણી ૨૦૦૨

૨૦૦૨: રાજકોટ-૨ નરેન્દ્રભાઈ મોદી ભાજપ

પેટા ચૂંટણી-૨૦૧૪

૨૦૧૪: રાજકોટ-૨ વિજયભાઈ રૂપાણી-ભાજપ

 

Loading...