Abtak Media Google News

ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે લેખાનુદાન રજૂ કરી રહ્યા છે. મા વાત્સલ્ય કાર્ડની આવક મર્યાદા વધારવામાં આવી હતી. પહેલા મળતી સહાયને વધારીને 3ને બદલે 5 લાખનું સુરક્ષા કવચ રાજ્યના નાગરિકોને અપાશે. સાથે જ તેનો લાભ લેવાની આવક મર્યાદા 3થી વધારીને 4 લાખ કરાઈ છે.

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉજવણી માટે આગવી ઉજવણી,જી.એસ.ડી.પી વિકાસદર નાણાંકીય શિસ્ત વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે,વાર્ષિક વૃધ્ધિ દર 9.9 ટકા છે જે દેશના મોટા રાજ્યોમાં સૌથી ઊંચો,દેશના જીડીપીમાં 7.8% હિસ્સો ગુજરાતનો,ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. 1,74,652 જે 12.6 ટકા વધુ,નિકાસમાં ગુજરાત દેશભરમાં પ્રથમ, કુલ ઔદ્યોગિક ઉત્પાદનમા 16.8 ટકા હિસ્સો,96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય,પશુધનને મદદરૂપ થવા પશુદીઠ 35 ની સહાય 40.84 કરોડ ચૂકવાયા,ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી, રાજ્ય સરકારને 436 કરોડનું વધારાનું ભારણ,ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતોને મદદરૂપ થવા 2285 કરોડનું ખાસ સહાય પેકેજ

કૃષિ માટે શું ?

1.કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકા દરે વૃધ્ધી
2,.પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બે વર્ષમા 27 લાખ ખેડૂતોને લાભ
3.ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ રૂ.500 કરોડનુ રિવોલ્વીંગ ફંડ
4.ફાર્મ મીકેનાઇઝેશન માટે ત્રણ વર્ષમાં 500 કરોડની સહાય

5.હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિ. સ્થાપવાની કાર્યવાહી
6.બાગાયત પાક ઉત્પાદન 2021-22માં 18.55 લાખ હેક્ટર લઇ જવાશે

7.પશુધન ગણતરીમાં 15.36 ટકા સાથે દેશમાં ગુજરાત પ્રથમ
8.સ્કીમ મિલ્ક પાવડરમા નિકાસ માટે રૂ 300 કરોડની સહાય

9.પાટણ ખાતે રૂ 47.50 કરોડના ખર્ચે સેકસ સિમેન લેબોરેટરી સ્થપાશે
10.અબોલ પશુ માટે કરૂણા 1962 એમ્બ્યુલન્સ સેવા શરૂ
11.હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત, ડીપ સી ફીસીગ યુનિટ

12.ઝીંગા ઉછેર માટે 7500 હેક્ટર જમીન ફાળવાશે, 25000 ઝીંગા ઉછેરકોને રોજગારી
13.બોટ ધારકોને ડીઝલ વેટ રાહત આપવા રૂ. 12 ના બદલે રૂ. 15 પ્રતિ લીટર સબસીડી અપાશે,10,677 બોટધારકોને લાભ
14.વલસાડ ખાતે નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનાવાશે

15.પાકિસ્તાન જેલમા રખાતા ગુજરાતના માછીમારોને દૈનિક રૂ 150 ના બદલે રૂ 300 અપાશે
16.ધોલેરામાં 5000 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થપાશે

સ્વાસ્થ્ય સેવા માટે શું ?

1.મા અને મા વાત્સલ્ય યોજનાના રાજ્યના 68 લાખ પરિવારોને રૂ 3 લાખના બદલે આયુષમાન ભારતની જેમ રૂ 5 લાખનુ સુરક્ષા કવચ
2.મા વાત્સલ્ય યોજના 15 લાખ પરિવારોને લાભ

3.આશા ફેસીલેટર બહેનોના મહેનતાણામાં મસિક રૂ 2000નો વધારો

4.પાલનપુર, દાહોદ ખાતે મેડીકલ કોલેજ મંજૂરઃ નડિયાદ, વિસનગર, અમરેલી ખાતે કામ પ્રગતિમા

5.સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 1200 બેડની હોસ્પિટલનું લોકાર્પણ 4 માર્ચ પી.એમ કરશે

6.ગાધીનગર-સોલા સિવિલ હોસ્પિટલને સુપરસ્પેશિયાલીટીમાં અપગ્રેડ કરાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.