Abtak Media Google News

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે એટલે કે 17 મેના રોજ સવારે 8 વાગ્યે પ્રસિદ્ધ કરવામાં આવશે. જોકે આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

જોકે ધો. 12 સાયન્સની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવાની તારીખ હવે પછી જણાવવામાં આવશે.

આ ઉપરાંત ગુણચકાસણી, દફતરચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા વગેરેની સૂચનાઓનો પત્ર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.