Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીતભાઇ શાહએ જાહેર કરેલા ૬ કાર્યકમો દેશભરમાં એક જ દિવસે બુથસ્તર સુધી મનાવવાના ભાગરુપે ગુરુવારે ભાજપના ૩૮માં સ્થાપના દિન નીમીત્તે રાજકોટ જીલ્લા ભાજપ અઘ્યક્ષ ડી.કે.સખીયા મહામંત્રી સર્વશ્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના તમામ તાલુકાના ૧૩૬૬ બુથ ઉપર ભાજપાનો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો.આ તકે સખીયાએ જણાવ્યું હતું તા. ૬ એપ્રિલ ૧૯૮૦ ના રોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને કમળના ચિન્હ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અઘ્યક્ષ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં પ્રથમ અધિવેશન મુંબઇમાં ભરાયું હતું. ભાજપા ડિફરન્સ વિશે પાર્ટીના ઘ્યેય સાથે આગળ આવતી ગઇ. અને બે સંસદસભ્યોની સફરથી આજે દેશમાં કેન્દ્રસ્થાને સરકાર સહીત દેશના ૧૪ રાજયોમાં સુશાસન કરી રહી છે. તેમ અંતમાં જણાવ્યું હતું.

આ તકે ભાનુભાઇ મેતાએ ઉપસ્થિત કાર્યકર્તાઓ તથા નગરજનોનું ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપાએ ૧૯૫૧થી સતત સંધર્ષ કર્યો ત્યારે લોકસભામાં માત્ર બે બેઠકો મળતા પાર્ટી સામે અસ્તિત્વનો પડકાર ઉભો થયો. સંગઠનને ફરીથી ધબકતું કરવા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં સોમનાથથી અયોઘ્યા સુધીની રથયાત્રા, રાષ્ટ્રવાદના જાગરણ માટે ક્ધયાકુમારીથી કાશ્મીરની એકતાયાત્રા ભાજપાના તત્કાલીન અઘ્યક્ષ મુરલી મનોહર જોશીના માર્ગદર્શન તથા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ઉત્તર – દક્ષિર્ણ -પૂર્વ – પશ્ર્ચિમમાં જનજાગરણ અભિયાન કરીને શ્રીનગરના લાલચોકમાં આંતરવાદીઓના ભય વગર તિરંગો લહેરાવ્યો ત્યારે દેશભરમાં ભારતમાતા કી જયના નારા સાથે પ્રજાજનોએ ભાજપના રાષ્ટ્રવાદી વિચારધારા સાથે લોકો જોડાયા ત્યારે આવનારી ગુજરાતની ચુંટણીઓમાં જન જન સુધિ ભાજપાના વિકાસયાત્રની તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં થયેલા વિકાસયાત્રા તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની નેતૃત્વમાં ગુજરાતના વિકાસયાત્રાને જન જન સુધી પહોચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

આ તકે પ્રસંગોચિત ઉદબોધન જયંતિભાઇ ઢોલ તથા ડો. ભરતભાઇ બોધરાએ કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કોંગ્રેસએ ૬૦-૬૦ વર્ષો સુધી દેશની જનતાને ગરીબી મુકતના નારાના ખોટા ભ્રામક પ્રચાર કરીને દેશમાં ગરીબો વધુ ગરીબ બન્યા અને ધનવાન વધુ ધનવાન બન્યા દેશમાં ભ્રષ્ટાચારએ માઝા મુકીને દેશને ગુલાબ ન્યા તેવી આક્રોશ ઉભો થયો ત્યારે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદના બીજરુપી સુશાસન આપવાના નેમ સાથે દેશભરમાં સંઠગનને મજબુત કરી કોંગ્રેસ મુકત ના નારા સાથે ભાજપાએ ગુજરાતમાં હાલના વડાપ્રધાનશ્રી અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થયો અને તેને ઘ્યાને લઇ દેશની જનતાએ લોકસભામાં બહુમતિ સાથે નરેન્દ્રભાઇ મોદીને દિલ્હીના શાસનની ધુરા સોંપી. આજે દેશના અનેક રાજયોમાં સુશાસન થકી દેશનો વિકાસ થઇ રહ્યો છે. ત્યારે પ્રજા કોંગ્રેસના નેગેટીવ પ્રચારને ઓળખી ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.