Abtak Media Google News

સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અંતર્ગત તમામ જીલ્લાઓમાં ગેસ કનેકશનો પહોંચાડવાનું કામ સરળ રીતે પાર

ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી એલપીજી કનેકશન પહોંચાડવા સરકાર દ્વારા યોજના શરૂ કરાઈ છે. જે અંતર્ગત પાઈપલાઈન મારફતે શહેરોમાં ૧૦૦% ગેસ કનેકશનો આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજય બન્યું છે. સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (સીજીડી) નેટવર્ક અંતર્ગત પેટ્રોલીયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે રાજયના આઠ જીયોગ્રાફીકલ એરિયામાં નેચરલ ગેસ પહોંચાડવાનું કામ સફળ રીતે પાર પાડયું છે.

Gas Priceઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરે સીજીડી કંપનીઓ પાસેથી ભારતના સંઘપ્રદેશ અને ૨૨ રાજયોના ૧૭૪ જીલ્લાઓ માટે તેમજ ૮૬ જીયોગ્રાફીકલ એરિયા માટે ટેન્ડરો મંગાવ્યા હતા. જે અંતર્ગતની હરાજીમાં ગુજરાતના ૧૪ જીલ્લાઓ બાકી હતા. હવે તે જીલ્લાઓમાં પણ એલપીજી જોડાણો પહોંચાડી દેવાયા છે. શહેરી વિસ્તારોમાં ૧૦૦% રાંધણગેસ જોડાણો પહોંચાડવામાં દેશમાં ગુજરાતે પ્રથમ નંબર મેળવ્યો છે. ટેન્ડરમાં છેલ્લા રાઉન્ડમાં ગુજરાતના સુરેન્દ્રનગર, નર્મદા, પોરબંદર, જુનાગઢ, મહિસાગર, તાપી, ડાંગ અને ગીર-સોમનાથ તેમજ મોરબી, બોટાદ, નવસારી, ખેડા અને સુરતમાં ગેસ કનેકશન આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં ૧૭.૪૫ લાખ જોડાણો થઈ ચુકયા છે. જે ભારતમાં સૌથી વધુ છે. નેચરલ ગેસ કનેકશનોમાં પણ સૌથી વધુ ફાળો છે. જેમાં ઈન્ડસ્ટ્રીયલમાં ૪૪૧૭ અને કોમર્શીયલમાં ૧૭,૪૩૭ કનેકશનો અપાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.