ઇડર નાગરિક બેંક દ્વારા ગુજરાત આત્મનિર્ભર યોજનાના લોનના ચેકનું વિતરણ કરાયુ

ઈડર એ.પી.એમ.સી. ખાતે 3 જુલાઈ ના રોજ ભારત સરકારની આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ઈડર નાગરિક બેન્ક દ્વારા ગુજરાત આત્મનિર્ભર યોજના ના લાભાર્થીઓ ને માત્ર 2 ટકા ના વ્યાજે 1 લાખ ધિરાણ ના ચેક આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે માનનીય કલેકટર સી. જે. પટેલ , ઈડર પ્રાંત કલેકટર સોનલબેન પરીખ, ધારાસભ્ય હિતુ કનોડિયા, ઇડર મામલતદાર કોદરવી સાહેબ, નાગરિક બેંક ચેરમેન જગદીશ ભાઈ મિસ્ત્રી વા. ચેરમેન પ્રીતિબેન પટેલ ,મેનેજિંગ ડિરેક્ટર જીગ્નેશ ભાઈ , તેમજ બેંકના ડિરેક્ટર હાજર રહ્યા હતા.આ પ્રસંગે અતિથિ વિશેસ શ્રીએસ.બી. ચૌહાણ સાહેબ(જિલ્લા રજીસ્ટર)હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય હિતુ કનોડિયા ના હસ્તે એક-એક લાખના 10 લાભાર્થી ઓને ચેક આપી યોજનાનો ઈડર તાલુકા ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો

Loading...