Abtak Media Google News

ઉંચા તાપમાનમાં તકેદારી રાખવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની અપીલ

પ્રવર્તમાન ગરમીની સીઝનને ધ્યાને લઇ ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં હિટ વેવ અનુસંધાને હિટ એલર્ટ જાહેર કરેલ છે જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં આગામી ત્રણ થી ચાર દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર થઇ શકે છે. લોકોના આરોગ્યની જાળવણી માટે નીચે દર્શાવેલ પગલાંઓ તથા કાળજી લેવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને અપીલ કરી છે.

Socialદરેક લોકો માટે :-

· રેડિયો, ટી.વી., વર્તમાન પત્રો દ્વારા જાહેર કરવામાં આવતા તાપમાન (હિટ એલર્ટ)ની નોંધ લેવી.

· તરસ ના લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાની પીવું.

· શરીરમાં પુરતા પ્રમાણમાં પ્રવાહી જળવાય તે માટે ઓ.આર.એસ., ઘરગથ્થું પીના જેવાકે લસ્સી, લીંબુ પાની, છાસ, વરીયાળી શરબત પુષ્કળ માત્રામાં પીવો.

· આછા રંગના હલકા તથા પહોળા સુતરાઉ વસ્ત્રો પહેરવા.

· ટોપી, છત્રી, સ્કાર્ફ તથા ગોગલ્સનો ઉપયોગ કરવો.

માલિક અને વર્કરો (શ્રમિકો ) માટે (કામગીરીના સ્થળે):-

· કામગીરીના સ્થળ નજીક ઠંડું અને આરોગ્યપ્રદ એવા પીવાના પાણીની વ્યવસ્થા.

· વર્કરોને સીધા સૂર્ય પ્રકાશથી દૂર રાખવા.

· વધારે શ્રમવાળી કામગીરી તાપમાન ઓછું હોય તેવા સમયે કરાવવું.

· બહારની સોંપેલ કામગીરી કરનારાઓ માટે દિવસમાં સમયાંતરે આરામનો સમયગાળો વધારવો.

· ખાસ કરીને સગર્ભા માતા અને લાંબી બિમારીથી પીડિત શ્રમિકોની વિશેષ કાળજી લેવી.

દરેકે લેવાની તકેદારી :-

· શક્ય હોટ તો દિવસે તડકામાં બહાર જવાનું ટાળવું.

· ઘરની અન્ડર શક્ય હોય તો નીચેના માલના રૂમમાં જ રહેવું. રૂમ ઠંડો રહે તે માટે બારી ઉપર પડદાની વ્યવસ્થા ગોઠવવી.

· પંખા, એ.સી., કૂલરનો ઉપયોગ કરવો તથા દિવસમાં ત્રણ થી ચાર વાર સ્નાન કરવું.

· પાલતું પ્રાણીઓ માટે યોગ્ય છાંયડાની વ્યવસ્થા કરવી તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવી.

શું ન કરવું :-

· બપોરના ૧૨ થી ૩ વાગ્યા દરમ્યાન તડકામાં જવું નહી.

· દિવસ દરમ્યાન ઘરની બહાર હોવ ત્યારે વધારે શ્રમ પડે તેવી કામગીરી ન કરવી.

· રસોડાની કામગીરીના સમયમાં ફેરફાર કરવો. રાંધતી વખતે રસોડાના બારી દરવાજા ખુલ્લા રાખવા.

· આ સમય દરમ્યાન દારૂ, ચા, કોફી કે અન્ય કેફી પીણાનો ઉપયોગ ન કરવો.

· વાસી, તળેલો અને ભારે પ્રોટીનવાળો ખોરાક ટાળવો.

· પાર્ક કરેલ વાહનમાં નાના બાળક અને પાલતું પ્રાણીને બંધ હાલતમાં ન રાખવા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.