Abtak Media Google News

બાળકનાં રીપોર્ટસ, ઓપરેશન સંબંધિત મહત્વની માહિતી અપાઈ બહોળી સંખ્યામાં વાલીઓએ લીધો લાભ

છેલ્લા ૯ વર્ષથી રાજકોટ ખાતે કાર્યરત તેમજ ગુજરાત સરકાર પ્રમાણિત સ્પીચ થેરાપી સેન્ટર સ્માઈલ કેર કલીનીક દ્વારા બહેરાશ ધરાવતા બાળકો બોલતા-સાંભળતા થાય તે માટે ફ્રિ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. જેમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના બહેરાશ ધરાવતા બાળકોના માતા-પિતાએ ફ્રિ કેમ્પનો લાભ લીધો હતો.

Vlcsnap 2018 05 19 12H31M57S92અબતક સાથેની વાતચીત દરમિયાન સ્માઈલ કેરના કશ્યપ પંચોલીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પહેલી વખત આવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાળકો બોલતા ન હોય, સાંભળતા થઈ શકે તે માટે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. લોકોને ખબર નથી હોતી કે ઓપરેશનથી મુશ્કેલીઓ આવી જશે. કંઈક થઈ જશે એવા બધા જે ડર છે. તેમાંથી બહાર લાવવા માટે સ્માઈલ કેર સેન્ટરમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. બધા લોકોને માર્ગદર્શન આપવામાં આવશે કે કયાં કયાં રિપોર્ટર કરાવવા જોઈએ, ઓપરેશન કયાં કરાવવું અને જો આ બધા રિપોર્ટસ ગર્વમેન્ટ સાથે સંકળાઈને કરો છો તો આ રિપોર્ટસ ફ્રીમાં થઈ શકે છે. આ પછીની સ્પીચ થેરાપી પણ ફ્રીમાં થઈ શકે છે. આ બધી માહિતી લોકો સુધી પહોંચાડવાની છે.

વધુમાં જણાવ્યું કે બહેરાશ ધરાવતા બાળકો જે બોલી સાંભળી નથી શકતા તેના કારણો ત્રણ રીતે ડિવાઈડ કરી શકીએ. પ્રિનેટલ, નેટલ, પોસ્ટનેટલ પ્રિનેટલ એટલે પ્રેગનેન્સી કોર્ષ તે દરમિયાન જે ડોકટર્સની સલાહ લીધા વગર કોઈ પણ પ્રકારની દવાઓ લે તેના કારણે પણ બહેરાશ આવી શકે છે પછી ડિલેવરી થઈ જાય તે પછી બાળકનું લેઈટ રડવું એનાથી પણ શકે છે. પ્રિમેચ્યોર ડિલેવરી હોય સાતમાં કે આઠમાં મહિને ડિલેવરી આવી ગઈ હોય સાથે બાળકને પેટીમાં રાખવામાં આવી ઘટનાઓમાં આપણે માથું ન મારવું જોઈએ. સહેજ પણ શંકા થાય જો બાળક તોતળું બોલતું હોય તો ઈ.એન.ટી.સર્જનનો સંપર્ક કરવો જોઈએ અને રિપોર્ટ કરાવવા જોઈએ.

વધુમાં જણાવ્યું કે મારે સમાજને એ જણાવવું છે કે જે અંદરો અંદર જ્ઞાતીના મેરેજ થાય છે. તેના કારણે પણ આવું થવાની શકયતાઓ વધી જાય છે. સ્માઈલ કેરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોઈપણ લોકોને આવી બાબતે કાંઈ પણ માહિતી મેળવવી હોય તો વિનામૂલ્યે અમે તમે માહિતી આપીશું. સ્માઈલ કેરમાં ઓપરેશન થઈ જાય પછી સ્પીચ થેરાપી આપવામાં આવે છે. સ્માઈ કેરનું ગર્વમેન્ટ સાથે લીંકઅપ હોવાથી તમામ સેવા ફ્રી આપવામાં આવે છે. અહીં જે બાળક સાવ ન બોલતું હોય તેને દોઢથી બે વર્ષમાં બોલતું કરી આપીએ છીએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.