સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેરીયર કાઉન્સીલ ડેવલોપમેન્ટ દ્વારા બિન સચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટના છાત્રો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

43

સેમિનારમાં ભાગ લેનાર ૨૦૦ તાલીમાર્થીઓને નિ:શુલ્ક સ્ટડી મટિરીયલ્સ અપાયું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેરીયર કાઉન્સેલીગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર મારયતે રાજય સરકાર અને કેન્દ્ર સરકારની જુદી જુદી સરકારી નોકરીઓ માટેની યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં છાત્રો સફળતા મેળવી શકે તે માટે ભારતભરની વિશ્ર્વ વિઘાલયોમાં માત્ર અને માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સીસીડીસીની કામગીરીની નોંધ નેકની પીઅરટીમ મારફત પણ બિરદાવામાં આવેલ હતી. નાના નાના અવિરત કાર્યક્રમો અને સ્માર્ટ માર્ગદર્શન માટે અલગ અલગ આઇડીયાઓના અમલીકરણથી સીસીડીસી સ્પર્ધાત્મક પરીક્ષાના છાત્રોની હરહંમેશ પ્રથમ પસંદગીનું કેન્દ્ર બની ગયું છે.

જાન્યુઆરી માસમાં યોજાનાર બીન સચિવાલય અને ઓફીસ આસીસ્ટન્ટની પ્રાથમીક પરીક્ષાની તાલીમ સીસીડીસી કેન્દ્રમા ર૦૦ થી વધારે છાત્રો મેળવી રહ્યા છે. આ છાત્રોને પરીક્ષામાં પાસ થવા ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર વગેરે વિષયોનું સચોટ માર્ગદર્શન આપવા તાજેતરમાં નિ:શુલ્ક સેમીનારનું આયોજન કરવામાં આવેલ જેમાં ભાગ લેનાર છાત્રોને પરીક્ષાલક્ષી સ્ટડી મટીરીયફલ્સ નિ:શુલ્ક આપવામાં આવેલ હતું.

આ સેમીનારમાં આઇ.કયુ. એ.સી.  કો-ઓડીનેટરપ્રો. આલોક ચક્રવાલ, અંગ્રેજી વિષય નિષ્ણાંત તજજ્ઞ પ્રો. રાહુલ રાવલીયા, ગુજરાત વ્યાકરણના તજજ્ઞની રોજીનાબેન અમલાણી, સીસીડીસી સંયોજક પ્રો. નિકેશ શાહ વગેરે ઉ૫સ્થિત રહી વિઘાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટીમ સીસીડીસીના સુમિતભાઇ મહેતા, હેતલબેન ગોસ્વામી, ચિરાગભાઇ તલાટીયા, દિપ્નીબેન ભલાણી, આશિષભાઇ કીડીયા સોનલબેન નિમ્બાર્ક હીરાબેન કીડીયા અને કાંતિભાઇ જાડેજા એ જહેમત ઉઠાવેલ હતી.

Loading...