સોમનાથ મંદિરના અતિથિગૃહો- ભોજનાલયો ૩૦ ટકા બુકીંગ સાથે કાર્યરત

પ્રવાસીઓને કોરોના સામે સાવચેતીપૂર્વક સુવિધાઓ મળશે: બુકીંગ પહેલા તમામ ગેસ્ટ હાઉસો સેનેટાઇઝ કરાયાં

વિશ્ર્વ પ્રસિઘ્ધ ભારતના બાર જયોતિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર હસ્તકના અતિથિગૃહો ભોજનાલયો આજથી શરુ કરાયા છે. અનલોક-રમાં ૩૦ ટકા બુકીંગના ધોરણે સોશ્યલ ડીસ્ટન્શન અને સરકારની ગાઇડ લાઇન મુજબ યાત્રિકોની સુવિધા, હેલ્થ સલામતી, સાવચેતી સાથે શરુ કરવામાં આવ્યાં છે. સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી સચિવ પ્રવીણ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કોરોના સંકટમાં ધીમે ધીમે ગાડી પાટે ચડે અને હાલ સોમનાથ આવતા કોઇ યાત્રિકોને ભોજન આવાસની તકલીફો ન પડે અને કર્મચારીઓનો પોઝીટીવ ઉત્સાહ અપનમ ટકી રહે તેવા શુભ સંવેદનશીલ આશયના ભાગરુપે આ કાર્યકરત કરાયાં છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે સોમનાથ ટ્રસ્ટ સંકુલમાં આજે જીલ્લા આરોગ્ય તંત્રના ડોકટરો ભારાવાલા, ડો. જીજ્ઞાબેન ગોહિલ, ડો. નારણભાઇ બારડ સહિતના મેડીકલ સ્ટાફે ૧રપથી વધુ અતિથિગૃહો, ભોજનાલયોમાં ફરજ બજાવનાર કર્મચારીઓનું હેલ્થ  ચેકઅપ કર્યુ હતું. જેમાં ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર, બી.પી. પલ્સ, કે પૂર્વ કોઇ બિમારી છે કે નહીં તે પુછપરછ અને બોડી ચેકઅપ કરાયું હતું. સફળ નીવડનાર તમામને હેલ્થ ચેકઅપ કાર્ડ અપાશે જે પછી જ ફરજ બજાવી શકશે.

હાલની તકે અંદાજે ટ્રસ્ટ હસ્તક અતિથિગૃહમાં ૪૦૦ થી પણ વધુ રૂ મો છે. જેમાંથી ૩૦ ટકા જ યાત્રિકોને અપાશે. એટલે કે એક પરિવારને એક રૂ મ આપ્યો હોઇ તે ખાલી કર્યા પછી પણ ૭ર કલાક સુધી ખાલી જ રહેવા દઇ તેમાં સેનેટરાઇઝ સ્પ્રે કરી પછી જ બીજાને તે રૂ મ અપાશે. બુકીંગ પહેલા તમામ ગેસ્ટ હાઉસો સેનેટરાઇઝડ કરાયા છે.

સોમનાથ ટ્રસ્ટના ભોજનાલયોમાં હાલ એક ટેબલ ઉપર ચાર થી છ ખુરશીઓ રહેલી છે તે દૂર કરી એજ ટેબલ ઉપર ઓપોઝીટ દિશામાં બે ખુરશી સામ સામે રહેશે અને બે ટેબલો વચ્ચે ત્રણથી છ ફુટનું .સોશ્યલ ડિસ્ટન્સ રહેશે.સાગર દર્શન ભોજનાલયના સંચાલક મિલન જોશી કહે છે, અમો ભોજન માટે સાઉથમાં વપરાતી કેળના સુકા પાનની ઇકો ફ્રેન્ડલી ડિશ વાપરવાના છીએ જે યુઝ થ્રો હશે જેથી પ્રત્યેક નવા આવતા ગ્રાહકોને નવીજ ડીશ એબેરખ વાટકામાં ભોજન મળશેઅમારા ભોજનાલયમાં બે-ત્રણથી વધુ વખત જંતુનાશક દ્રાવણના પોતાઓ, સેનેટરાઇઝડ સ્પ્રે, હેન્ડવોશ, અને કીચન તથા ભોજન ખંડ સફાઇ થતી રહે છે.

સોમનાથ હાલ ઓછા યાત્રિકો આવે છે પરંતુ ૬ જુલાઇથી અનય પ્રાંતોમાં પવિત્ર શ્રાવણ માસ ગુજરાત અગાઉ પંદર દિવસ વહેલો શરુ થઇ જાય છે આ ઉપરાંત હાલ પણ જે યાત્રિકો આવે છે. તેઓને ભોજન આવાસની તકલીફ ન પડે અને સરકારની કોરોના સામેની ગાઇડ લાઇન જળવાઇ રહે તે માટેના પ્રયાસો પ્રસંશનીય છે.

Loading...