Abtak Media Google News

ગ્રાહકો માટે ૧૧૧૧ આકર્ષક ઈનામોની વણઝાર

વધતા જતાં ઓનલાઈન વેપારના વ્યાપમાં ફિઝીકલ સ્ટોર ધરાવતા વેપારીઓનો ધંધો દિવસે-દિવસે ખાડે જઈ રહ્યો છે ત્યારે ટીવી એપ્લાઈન્સીઝ ટ્રેડર્સ એસોસીએશન દ્વારા ગ્રાહકોને આકર્ષવા લકકી ડ્રો તેમજ બમ્પર ઈનામોની વણઝાર સહિતની સ્કીમો બહાર પાડવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજકોટના તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ દ્વારા અવાર નવાર લક્કી ડ્રોનું આયોજન કરી ગ્રાહકોને વધુમાં વધુ સ્ટોર સુધી લાવવા પ્રયત્ન હા ધરાયો છે. આ તકે રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે સમગ્ર સૌરાષ્ટ્રના આશરે ૨૫૦ જેટલા વેપારીઓની હાજરીમાં ૧૧૧૧ ઈનામોની વણઝાર ‘ખુશીઓનો ખજાનો’ લાવવામાં આવી હતી. લક્કી ડ્રોના કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્ર સો જોડાયેલા આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. જેમાં લઘુ ઉદ્યોગ ભારતીના હંસરાજભાઈ ગજેરા સહિતના હોદ્દેદારોનો સમાવેશ રથાય છે.

આ તકે ટીવી એપ્લાઈન્સીઝ ટ્રેડર્સ એસોસીએશનના સેક્રેટરી અનિશ દેસાઈએ જણાવ્યું હતું કે, ઓનલાઈન વેપારના યુગમાં ફિઝીકલ સ્ટોર ધરાવતા વેપારીઓનાહે ધંધો દિવસે-દિવસે ઘટી રહ્યો હતો. જેના કારણે વેપારીઓ મુંઝવણ અનુભવતા હતા. સમસ્યાના નિવારણ માટે તમામ શ્રેણીના નાના-મોટા વેપારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

London Eye

જેમાં સંયુક્તપણે ગ્રાહકોને આકર્ષવા વિવિધ સ્કીમો આપવાનું નક્કી કરાયું હતું.જેના ભાગરૂપે સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ માટે બમ્બર ઈનામોની વણઝાર સ્વરૂપે લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વખતે ૧૧૧૧ જેટલા ઈનામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈનામોમાં ક્રોકરી સેટી માંડી કાર સુધીની આઈટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રાહક હરહંમેશ માટે દુકાને આવી એક જ સવાલ કરે છે કે, કંઈ સ્કીમ છે કે નહીં જેની સામે અગાઉ વેપારીઓ નકારાત્મક જવાબ આપતા હતા. જેના કારણે ગ્રાહકો આકર્ષક ઓફરોથી આકર્ષાઈને ઓનલાઈન ખરીદી કરવાનું પસંદ કરતા હતા. પરંતુ હવે અમારી આ સ્કીમના કારણે સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓનો ધંધો વધી રહ્યો છે. વેપારીઓને જે ગીફટ ઈનામમાં લાગે છે તે ખરા અર્થમાં વેપારીઓને નહીં પરંતુ તેમના ગ્રાહકો માટે છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, હવે આ સ્કીમો ફકત તહેવારો માટે જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન વેપારીઓ તેમના ગ્રાહકોને આ પ્રકારની સ્કીમ આપે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.