Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતની મુલાકાતે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવારને મળ્યા છે. મોદીએ આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ટ્રુડો અને તમના પરિવારનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ટ્રુડોની દીકરીએ મોદીને ગળે લાગીને તેનો ઉત્સાહ પણ વ્યક્ત કર્યો આજે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ન્યૂક્લિયર ડીલ અને ખાલિસ્તાન મુદ્દે થશે ચર્ચા

ટ્રુડોની મીટિંગમાં ન્યૂક્લિયર ડીલ, બિઝનેસ, એજ્યુકેશન અને વિવાદિત ખાલિસ્ચાન મુદ્દા પર ચર્ચા કરી શકે છે. નોંધનીય છે કે, સ્પેશિયલ ડિનરમાં ખાલિસ્તાનના સમર્થકને આમંત્રણ આપવાના કારમે ટ્રુડોની આ મુલાકાત વિવાદિત થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.