Abtak Media Google News

શાળાના શિક્ષકોએ ગુણવતાયુકત શિક્ષણ આપવાની વાલીઓને લેખીત ગેરેન્ટી આપી

જામજોધપુર તાલુકાની સતાપર નવાપરા પ્રાથમિક શાળાએ પ્રાથમિક શિક્ષણમાં નવો રાહ કંડારતી યોજના હાલમાં રજુ કરેલ છે. શાળા દ્વારા ચાલુ વર્ષ પ્રવેશપાત્ર ૩૧ બાળકોનું ધો.૧માં નામાંકન કરવામાં આવેલ. શાળાએ પ્રવેશ પામેલ તમામ બાળકોના વાલીને એજયુકેશન ગેરંટી સ્કીમ અંતર્ગત ગેરંટી કાર્ડ આપેલ.

શાળાએ શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૨૦૧૮માં અજમાયશી ધોરણે આ યોજના અમલી બનાવેલ. પ્રાયોગિક અમલીકરણમાં ખુબ સારી સફળતા મળતા આગામી બે વર્ષ ઈજીએસ રજુ કરવામાં આવેલ. આ શાળાના શિક્ષક જયેશ બી.ખાંટ દ્વારા ખાસ અભિગમ અંતર્ગત વર્ગકાર્ય કરાવવામાં આવશે.

અભિગમની સફળતા માટે ખાસ પ્રકારે વિકસાવવામાં આવેલ રમત, ગીત, પઘ્ધતિ તથા પ્રયુકિત પર ભાર મુકવામાં આવશે. સરકારે ધોરણવાર નકકી કરેલ અદ્યતન નિષ્પતિ ઉપરાંત ઘણું વધારે શિક્ષણ બાળકો પ્રાપ્ત કરી શકશે. વર્તમાન સમયમાં સરકારી શિક્ષણ સામે લોકો આંગળી ચીંધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ ૧૦૦% ગુણવતાયુકત શિક્ષણની ખાતરી આપતી યોજના રજુ કરીને પ્રાથમિક શિક્ષણમાં નવી પહેલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.