Abtak Media Google News

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા આગામી તા ૦૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે,શિક્ષક દિવસી વિદ્યાર્થી વિભાગ શરૂ કરવામાં આવશે.

ઝોન-૪ (સૌારષ્ટ્ર અને કચ્છ)ના વિદ્યાર્થીઓને સરળતા ખાતર ઝડપી અને નજીકના સ્ળે જરૂરી પ્રમાણપત્રો મળી રહે તેવા શુભ આશયી રાજકોટ, જીટીયુ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ-અપ સેન્ટર, એવીપીટી કેમ્પસખાતેીવિદ્યાર્થી વિભાગ શરૂ કરવામાં આવશે. ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીપ્રો. (ર્ડા.) નવીનભાઈ શેઠના ક્રાંતિકારી નિર્ણયી અને તેમના આક પ્રયત્નો કી આ વિભાગ શરૂ કરવામાં આવશે. જેમાં કુલ પાંચ પ્રમાણપત્રો pratham તબક્કામાં આપવામાં આવશે. જે પ્રમાણપત્રોમાં રેંક પ્રમાણપત્ર,સી.જી.પી.એ. ટુ પર્સન્ટેજ પ્રમાણપત્ર,માઇગ્રેશન પ્રમાણપત્ર, લેંગ્વેજ પ્રમાણપત્ર અને બેકલોગ પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ સુવિધા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરી પ્રમાણપત્ર મેળવવા રાજકોટ શહેરને પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તેમાં આપેલ તારીખ અને સમયે તેમને પ્રમાણપત્ર જીટીયુ રાજકોટ વિદ્યાર્થી વિભાગ ખાતેથી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અગાઉ અન્ય સ્ળે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમદાવાદ યુનિવર્સિટી ખાતે પ્રમાણપત્રો માટે જવું પડતુ હતુ જે હવે થી ઝોન-૪ (સૌારષ્ટ્ર અને કચ્છ)ના વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ જીટીયુ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ-અપ સેન્ટર, એવીપીટી કેમ્પસખાતેી મળશે.

આ રીતે ઉપરોક્ત પ્રમાણપત્રોમાટે અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓ જવુ પડતુ હતું જેમાં દ્વારકા, ઓખા, પોરબંદર, કચ્છ તેમજ દિવ ના વિદ્યાર્થીઓને ભારે પરેશાની પડતી અને નાણાં અને સમયનો વ્યય થતો હતો.જે હવેથી આ વિભાગ શરૂ વાી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આ નિર્ણયને આવકાર આપવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.