Abtak Media Google News

આઇ.આઇ.ટી. મુંબઇ, એલ.એમ. ફાર્મસી કોલેજ અને એકયુપ્રેેક રિસર્ચ લેબ્સ સાથે જીટીયુના કરાર

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસિટી ડીપ ટેક આરોગ્ય બાયોટેકનોલોજી અને બાયોમેડીકલના ક્ષેત્રમાં રાજયનું સૌ પ્રથમ અત્યાધુનીક અટલ ઇન્કયુબેશન સેન્ટર સ્થાપશે. આવું હાઇટેક કેન્દ્ર સ્થાપવા માટે જીટીયુએ આઇઆઇટી મુંબઇ એલ.એમ. ફાર્મસી કોલેજ અને એકયુપ્રેક રિસર્ચ લેબ્સ સાથે કરાર કર્યા છે.

કેન્દ્ર સરકારના નીતી આયોગે આ હેતુસર રૂદસ કરોડની ગ્રાન્ટ મંજુરી કરી છે. નીતી આયોગ હેઠળ કાર્યરત અટલ ઇનોવેશન મીશન તરફથી જીટીયુને આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડસ્ટ્રી ૪.૦ સેન્ટર નું ઉદધાટન કરતી વખતે કહ્યું હતું કે ડીપ ટેક એટલે કે આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ, મશીન લનીંગ, ઇન્ટરનેટ ઓન થિગ્સ બ્લોકચેઇન અને બિગ ડેટાનો હવે જમાનો આવી રહ્યો છે.

આ નવી ટેકનોલોજીની મદદથી આપણા દેશવાસીઓના જીવન ધોરણમાં સુધારા લાવવાનું શકય બનશે તે અગાઉ આઇઆઇટી મુંબઇમાં મેડીકલ ડીવાઇસ ઇનોવેશન કેમ્પ યોજવામાં આવ્યો તેમાં જીટીયુએ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે કાર્યક્રમ દરમિયાન જીટીયુ અને આઇઆઇટી મુંબઇ વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા.

જેનો હેતુ બંન્ને સંસ્થાઓના ઇન્વેટીવ પ્રોજેકટોને પ્રોત્સાહન આપતા કેન્દ્રની સ્થાપના કરવાનો હતો. આઇઆઇટી મુંબઇમ) હાલમાં બાયોમેડીકલ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી (ઇન્કયુબેશન) સેન્ટર (બેટીક) કાર્યરત છે. તેની સાથે સહયોગ વધારવામાં આવશે. આવી જ રીતે એલ.એમ. ફાર્મસી કોલેજ અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે એકયુપ્રેક રિસચ લેબ્સ સાથે પણ કારા કરવામાં આવ્યા છે. તે એવોર્ડ જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો. (ડો.) નવીન શેઠે આપી હતી.

જીટીયુ ઇનોવેશન કાઉન્સીલ (જીઆઇસી) ટીમના સભય તુષાર પંચાલે આઇઆઇટી મુંબઇ ખાતે યોજાયેલા કેમ્પમાં ભાગ લીધો હતો અને કલબફુટ વિકૃતિ માપનની સમસ્યા વિશેનો પ્રોજેકટ હાથ ધર્યો હતો તેમની ટીમ આઇડીયેશનથી માંડીને પ્રુફ ઓફ કન્સેપ્ટ વિકસાવવા સહીતની કામગીરી કરી હતી.

ડોકટરો ઉઘોગપતિઓ કેળવણીકારો અને ઉઘોગ સાહસિકો સહીત ૬૦ સભ્યોની જયુરીએ જીટીયુના પ્રતિનિધિના પ્રોજેકટ પ્રશસા કરી હતી અને ઇનોવેશન એવોર્ડ આપ્યો હતો તે એવોર્ડ આઇઆઇટી મુંબઇના દેવાંગ વિપીન ખખ્ખરના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

દેશની સૌપ્રથમ એલ.એમ.ફાર્મસી કોલેજને પણ નીતી આયોગે આરોગ્યનું અટલ ઇન્કયુબેશન સેન્ટર સ્થાપવા માટે પસંદ કરી છે આ કોલેજની સ્થાપના વર્ષ ૧૯૪૭ માં અમદાવાદ એજયુકેશન ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી.

બીજી બાજુ આ સેન્ટરમાં ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે સેવા આપનાર એકયુપ્રેફ રિસર્ચ લેબ્સના ડિરેકટર અને સીએમઓ મયુર કંડોરીયાએ જણાવ્યું હતું કે ફાર્મા ઉઘોગમાં સંશોધનના ક્ષેત્રે કોન્ટ્રાકટ રિચર્સ ઓર્ગેનાઇઝેશન (સીઆરો) તરીકે અમે સેાવ આપી રહ્યા છીએ. ઇન્ડસ્ટ્રી બાયોટેકનોલોજીમાં અમારા સંધોશતો તથા ઇનોવેશનનો લાભ વિઘાર્થીઓ તેમજ ઉઘોગ સાહસિકોને મળી રહે એવો અમારો પ્રયાસ રહેશે અમારી ટીમના નિષ્ણાતોનો લાભ જીટીયુના અટલ ઇન્કયુબેશન સેન્ટરને મળશે ફાર્મા અને બાયોટેકમાં યુનિવર્સિટી અમને તાલીમ પામેલા વિઘાર્થીઓ પુરા પાડતી થાય એવી અપેક્ષા સાથે અમે આ કરાર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.