Abtak Media Google News

લાલ ફુગ્ગાની રેડરિબિન આકાશમાં તરતી મુકાઇ: જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહકારથી તમામ શાળામાં જનજાગૃતિ રેડ રિબિન બનાવાય

વિશ્ર્વ એઇડસ દિવસ નીમીતે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહકારથી એઇડસ પ્રિવેન્સન કલબે આજે જી.ટી. શેઠ સ્કુલ ખાતે એક હજાર છાત્રોની વિશાળ જનજાગૃતિ રેડરિબન બનાવાય હતી. કે.કે.વી. ચોક ખાતે શાળામાં નિર્માણ પામેલ રેડ રિબનમાં છાત્રો રેડ કલર કપડાનો લાંબો પટ્ટો હાથમાં પકડીને છાત્ર રિબન સાથે સુંદર રેડ રિબન નિર્માણ કરી હતી.

આ તકે સંસ્થાના ચેરમેન અરુણ દવે સેક્રેટરી વિશાલ કમાણી જે.વી. શાહ, આચાર્ય ભાવેશ દવે, સતીષ તૈરેયા, સાથે શાળા સ્ટાફ પરિવારના કવિતા ઠાકર, કૃષ્ણકાંત પટેલ, કાંતિલાલ વાગડીયા, સંજય રાઠોડ, શ્ર્વેતા પોપટ દ્વારા સુંદર વ્યવસ્થા સંભાળી હતી. ડી.ઇ.ઓ. કચેરી રાજકોટના સહકારથી શહેર જીલ્લાની એક હજારથી વધુ શાળામાં રેડ રીબન બનાવાય હતી. જેમાં ડી.ઇ.ઓ. આર.એસ. ઉપાઘ્યાયે સહકાર આપીને રાષ્ટ્રીય જનજાગૃતિ માં ધો. ૯ થી ૧ર ના બે લાખથી વધુ છાત્રોને જોડાયા હતા. સ્વ. નિર્ભર શાળાઓ પણ  આજે રાષ્ટ્રીય એઇડસ જનજાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા. એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા વિશ્ર્વ એઇડસ દિવસની ઉજવણીના ભાગ રુપે કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદીર, સામે ગઇકાલે એઇડસ દિવસે જીલ્લા શિક્ષણા તાલીમ ભવનની તાલીકાર્થીઓ તથા કલબના હોદેદારો બે લાખ રંગના ફુગ્ગાની વિશાળ રેડ રિબન હવામાં તરતી મુકીને એઇડસને બાય બાય ટાટા કરેલ હતું. છાત્ર શકિત જાગે એઇડસ ભાગોના નારા લગાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.