Abtak Media Google News

તાજેતરમાં જીએસટી સ્ટેક હોલ્ડર અવેરનેસ દિવસના ભાગરૂપે શહેરનાં ૧૫૦ ફૂટ રીંગરોડ ઉપર ગીરીરાજનગરના વિશાળ સીએ ભવનમાં સેમીનારનું આયોજન કરાયું હતુ.

આ સેમીનારમાં જીએસટી કાયદાનું નવુ રિટર્ન ફોર્મેટ એનેકસચર ૧ તેમજ ૨, અને વ્યવહારિક અભિગમથી જીએસયીઆર ૯ અને જીએસટીઆર ૯સીમું વિશ્ર્લેષણ જેવા વિષયો ઉપર અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

7537D2F3 7

આ સેમીનારમાં વિશાલ માલાણી, સીજીએસટી જોઈન્ટ કમિશનર, મનીષકુમાર ચાવડા જોઈન્ટ કમિશનર, ઓડિટ કમિશનરેટ એ જીએસટીના નવા રિટર્ન ફોર્મેટ એનેકસચર ૧ અને ૨ વિશેની માહિતી આપી હતી. અમદાવાદથી મીત જાડાવાલાએ જીએસટીઆર ૯ અને જીએસટીઆર ૯મીના વિશ્ર્લેષણ વિષે માર્ગદર્શન આપ્યું હતુ.

આ સેમીનારમાં સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાંથી આશરે ૩૦૦ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો તથા સીએ વિદ્યાર્થીઓ ભાગ લીધો અને જીએસટી વિશેની માહિતી મેળવી હતી. આ સેમીનારને સફળ બનાવવા રાજકોટ સીએ બ્રાંચના ચેરમેન સીએ ભાવિન મહેતા, વા. ચેરમેન સીએ. વિનય સાકરીયા, સેક્રેટરી સીએ હાર્દિક વ્યાસ અને ટ્રેસરર સીએ જીજ્ઞેશ રાઠોડ, ચેરપર્સન સીએ દિપ્તી સવજાણી તથા તમામ કમિટી મેમ્બર્સ તેમજ સબ કમિટી મેમ્બર્સએ ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.