Abtak Media Google News

સેમિનારસીજીએસટી આસી. કમીશનરે વેપાર-ઉદ્યોગની આપી જાણકારી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુડઝ અને સર્વિસ ટેક્ષ-જીએસટીમાં વેપાર-ઉદ્યોગના અટવાયેલ રીફંડ અને ઈ-વે બીલના કારણે સર્જાતી સમસ્યાઓ અંગે યોજવામાં આવેલ સેમીનારમાં સીજીએસટીના આસી. કમિશ્નર ડો.ઓમપ્રકાશ બીસનોયએ વેપાર-ઉદ્યોગ પ્રતિનિધિઓના પ્રશ્ર્નો પર માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનારના પ્રારંભમાં રાજકોટ ચેમ્બર પ્રમુખ શિવલાલ બારસીયાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, જીએસટીના આગમન બાદ વેપાર-ઉદ્યોગ ખાસ કરી નિકાસકારોની રીફંડ પ્રક્રિયામાં એવી રકમ અટવાઈ પડી છે. ત્યારે તેની વેપાર-ઉદ્યોગ પર ઘણી વિપરીત અસર થઈ રહી છે. આ બાબતે ચેમ્બરના ધ્યાન પર આવતા ચેમ્બર તરફી કેન્દ્ર અને રાજય સરકારના તમામ વિભાગ સમક્ષ સચોટ રજૂઆતો કરી છે. આ સેમિનાર પણ જીએસટીમાં અટવાયેલ રીફંડ તુરંત રીલીઝ થાય અને ઈ-વે બીલની સમસ્યા હળવી થાય તે ઉદ્દેશી યોજવામાં આવ્યો છે.

તા સીજીએસટીના આસી. કમિશ્નર ડો.ઓમપ્રકાશ બીસનોય દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જીએસટી રીફંડ પ્રક્રિયા શું છે. રીફંડ મેળવવાની પદ્ધતિ અને કાર્યવાહી કઈ રીતે કરવી તેમજ ઈ-વે-બીલની તમામ પ્રોસીઝરની વિગતવાર જાણકારી આપી હતી.

ચેમ્બરના ઉપપ્રમુખ ર્પાભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, રાજકોટમાંથી નિકાસ મોટાભાગે મુંદ્રા પોર્ટમાંથી થાય છે. તેથી જીએસટી રીફંડનો પ્રશ્ન મુંદ્રા કસ્ટમ્સ ઓફિસને સ્પર્ષતો હોવાથી અમોએ તાજેતરમાં મુંદ્રા કસ્ટમ્સ કમિશ્નરને રૂબરૂ મળી રજૂઆત કરેલ અને તેઓએ નિકાસકારોને જીએસટી રીફંડ મળી જાય તે માટે તુરંત યોગ્ય કરવા ખાત્રી આપી છે.

ર્પાભાઈ ગણાત્રાએ આઈજીએસટી રીફંડ મેળવવામાં ઘણો વિલંબ તો હોવાી નિકાસકારોને ઘણી મોયી રકમ આ રીફંડમાં અટવાઈ જવાી નિકાસકારોને ર્આકિ સમસ્યા ભોગવવી પડતી હતી તે બાબત રાજકોટ ચેમ્બર દ્વારા કેન્દ્ર અને રાજયના ચીફ કમિશનર સમક્ષ સતત અને સચોટ રજૂઆતના પરિણામે જે નિકાસકારોના જીએસટીએન પોટર્લમાંથી ઈડીઆઈ કસ્ટમ્સના પોર્ટલમાં ડેટા પહોંચેલ ન હોય તેને તા જીએસટીઆર-૩ડી અને જીએસટીઆર-૧ના ડેટા મીસમેચ તા ન હોય તેઓને અરજી કરવાી રીફંડ તુરંત મેળવી શકાય તેવી પણ સફળ રજૂઆત કરી છે.

સતત બે કલાક ચાલેલ સેમિનારમાં જીએસટી રીફંડના પ્રશ્ને વિગતવાર ચર્ચા-વિચારણા બાદ માનદ્મંત્રી વી.પી.વૈષ્ણવએ આભારવિધિ કરતા રાજકોટ ચેમ્બરને વધુને વધુ કાર્યરત રાખવાના અમારા પ્રયાસોમાં ચેમ્બરના સભ્યો તરફી સહયોગ મળતો રહે છે તે અમારા માટે પ્રોત્સાહનરૂપ છે તેમ જણાવી જીએસટી રીફંડના પ્રશ્ને રાજકોટ ચેમ્બરે હાથ છે અને વેપાર-ઉદ્યોગની મુશ્કેલી સંપૂર્ણ દૂર થાય ત્યાં સુધી અમો સતત કાર્યરત રહીશું તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમના આરંભમાં ઉપસ્તિ સેન્ટ્રલ જીએસટીના આસી.કમિશ્નરને પુષ્પગુચ્છી સ્વાગત ચેમ્બરના જોઈન્ટ સેક્રેટરી ગૌતમભાઈ ધમસાણીયા, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, સીનીયર કારોબારી સભ્ય જીતુભાઈ અદાણી, અરૂણભાઈ મશરૂએ કરેલ હતું. જયારે સેમિનારનું સંચાલન ટ્રેઝરર પ્રણયભાઈ શાહે કર્યું હતું. તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ શિવાલાલ બારસીયા તથા માનદ્મંત્રી વી.પી.વૈષ્ણવે જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.