Abtak Media Google News

ખેડા જિલ્લાના કપડવંજના એક વેપારીએ જીએસટી બીલીંગમાં ૧૨ કરોડની ગફલત કરીવડોદરા

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ અંતર્ગત બોગસ બીલીંગ કરતા ખેડા જિલ્લાના કપડવંજના એક વેપારીને ૧૨ કરોડ રૂપિયાનું જીએસટી ચોરી કૌભાંડ ઝડપાયું છે. પરેશ પટેલ નામના એક વેપારીને જીએસટી કમિશનરેટ વડોદરા દ્વારા ૩ જાન્યુ.સુધી કપડવંજ કોર્ટમાં જયુડીશીયલ રીમાન્ડ આવ્યા છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સ્પેશ્યલ ઈન્ટલીજન્સે કમિશનરેટને વિવિધ જગ્યાએ તપાસ આદરવામાં આવી ફેક કંપની અને ફેક ડોકયુમેન્ટ સાથે ખોટા ટ્રાન્જેકશન પણસામે આવ્યા. આ કંપની દ્વારા જીએસટીના બોગસ બીલ રજુ કરી ૭૫ કરોડનું ટર્નઓવર બતાવી રૂ.૧૪ કરોડનું કૌભાંડ આદર્યું. ખોટા જીએસટી બીલીંગ રજુ કરી આશરે ૧૨ કરોડનું કૌભાંડ ઝડપાયું છે.

મહત્વનું છે કે જીએસટી લદાયા બાદ વારંવાર આવા કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ચોકકસ ગુપ્ત માહિતીના આધારે કમિશનરના અધિકારીઓએ એક સાથે વિવિધ સ્થાનો પર તપાસ ચલાવી હતી અને વ્યવહારોમાં નકલી કંપનીઓને લગતા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.