Abtak Media Google News

ટ્રાન્સપોર્ટ ભાડામાં તોળાતો ભાવ વધારો, બિલીંગમાં ધંધાને કારણે ઓવર લોડીંગ બંધ થવાથી ટ્રાન્સપોરોને મોટો ફટકો

આગામી તા.૧ લી જુલાઇથી જી.એસ.ટી. અમલમાં આવી રહ્યો હોવાથી મોરબી સહીત સૌરાષ્ટ્રભરમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા માલ પરિવહન કરવાનું બુકીંગ બંધ કરી દીધું છે. જેને કારણે મોટા ભાગના ઉઘોગધંધા ઠપ્પ થઇ જવા પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ ઘડીયાળ અને સિરામીક ઉઘોગને કારણે મોરબીમાં ટ્રાન્સપોર્ટનો ધંધો ખુબજ વિકાસ પામ્યો છે. અને નાના મોટા તમામ ઉઘોગ માટે ટ્રાન્સપોર્ટ ધોરી રગ સમાન છે. ત્યારે જીએસટીના આગમન પૂર્વ તમામ ટ્રાન્સપોર્ટરોએ હાલમાં માલનું પરિવહન અટકાવી દીધું છે. જેની પાછળનું મુખ્ય કારણ ઓવર લોડીંગ છે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા સુત્રોમાં જણાવ્યા મુજબ જી.એસ.ટી. આવ્યા બાદ બધો ધંધો બિલીંગમાં જ થવાનો હોવાથી ટ્રાન્સપોર્ટમાં અત્યાર સુધી ચાલતું ઓવર લોડીંગ બંધ થશે.

વધુમાં જી.એસ.ટી. આવતા પૂર્વ છેલ્લા બે દિવસથી ટ્રાન્સપોર્ટ ઓફીસો દ્વારા માલ બુકીંગ લેવાનું બંધ કરવું પડયું છે કારણ કે ટ્રક બોડીંગ થયા બાદ નિયત સ્થળે પહોચતા ચાર કે પાંચ દિવસ લાગે તેમ હોય જી.એસ.ટી. ના અમલથી રસ્તામા જ બોડીંગ કરેલી ગાડી અટકાવી ચેક કરવામાં આવે તો પરેશાની વેઠવી પડે તેમ હોવાથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓએ આગમ ચેતી રુપે પોતાની ઓફીસો પરથી બુકીંગ બંધ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે મોટાભાગના ટ્રાન્સપોર્ટરોએ પોતાની લાગતી વળગતી પેટીઓને તા.રપમી બાદ બુકીંગ લેવામાં નહી આવે તેવા મેસેજ પણ પાઠવી દીધા હતા અને ૨૭મીથી તો સદંતર પણે લોકલ અને આતંર રાજય માલ પરિવહન કરવા માટે માલ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

દરમીયાન ટ્રાન્સપોર્ટર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જી.એસ.ટી. કાયદાના અમલને પગલે મોટાભાગનો વ્યવહારો બિલીંગમાં થનાર હોવાથી ટ્રકમાં ઓવર લોડીંગ માલ ભરવા નામુકીન થશે જેને પગલે કોઇપણ ટ્રાન્સપોર્ટર જોખમ ઉઠાવવા માંગતા નથી.ઉપરાંત ઓવર લોડીંગ વગર ધંધો ચલાવવા મુશ્કેલ હોવાનું જણાવી ટ્રાન્સપોર્ટરોએ ટ્રક સમય મોજ ટ્રાન્સપોર્ટ ભાડામાં વધારા કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું. આમ જી.એસ.ટી. આપના વેપારીઓને ટેકસ વધારા ઉપરાંત ભાડા વધારો ચુકવવા પણ તૈયાર રહેવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.