Abtak Media Google News

ત્રણ માસનાં ગેપ બાદ ૧૧માં મહિનામાં જીએસટી કલેકશનમાં ૬ ટકાનો વધારો જોવા મળ્યો

ભારત દેશમાં જયારથી જીએસટી અમલી બનાવવામાં આવ્યું હતું ત્યારથી અનેકવિધ તકલીફો અને સમસ્યાનો સામનો કરવો પડયો હતો પરંતુ જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ-તેમ જીએસટી અનુકુળ થતું જોવા મળ્યું પરંતુ હાલની દેશની પરિસ્થિતિ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જીએસટી કલેકશનમાં કોઈકવાર વધારો કે ઘટાડો જોવા મળતો હતો ત્યારે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોબર માસમાં જે જીએસટી કલેકશનમાં ગેપ પડયો તે સીધો જ નવેમ્બર માસમાં ૬ ટકાનાં વધારા સાથે એક લાખ કરોડને પાર પહોંચી ગયું છે. ઓકટોબર માસમાં જીએસટી કલેકશન ૯૫,૩૮૦ કરોડ રહેવા પામ્યું હતું. જયારે નવેમ્બર માસમાં જીએસટી કલેકશન ૯૭,૬૩૭ કરોડે પહોંચ્યું હતું.

નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા દેશની અર્થવ્યવસ્થાની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જેટલી જ‚રીયાતવાળી ચીજવસ્તુઓ છે તેમાં જીએસટીનો દર ઘટાડવામાં આવશે અને અન્ય તમામ ચીજ-વસ્તુઓમાં જીએસટી દર યથાવત રાખી તેને અમલી બનાવી નાણા એકત્રિત કરવામાં આવશે. ૩ મહિના બાદ ફરી એકવાર નવેમ્બર માસમાં જીએસટીની આવક ૬ ટકા વધીને રૂપિયા ૧.૦૩ લાખ કરોડ પર પહોંચી છે. ઓક્ટોબર ૨૦૧૯માં સરકારને જીએસટીમાંથી રૂપિયા ૯૫,૩૮૦ કરોડની આવક થઈ હતી. ૨૦૧૮ના નવેમ્બર મહિનામાં જીએસટીની આવક રૂપિયા ૯૭,૬૩૭ કરોડ રહી હતી. નાણામંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, નવેમ્બર ૨૦૧૯માં સરકારને જીએસટીની કુલ આવક રૂપિયા ૧,૦૩,૪૯૨ થઈ હતી.જેમાં સીજીએસટી રૂપિયા ૧૯,૫૯૨ કરોડ, એસજીએસટી રૂપિયા ૨૭,૧૪૪ કરોડ અને આઇજીએસટી રૂપિયા ૪૯૦૨૮ કરોડનો સમાવેશ થાય છે. આઇજીએસટીમાં રૂપિયા ૨૦,૯૪૮ કરોડની કસ્ટમ ડયૂટી સામેલ છે. નવેમ્બર મહિનામાં સરકારને જીએસટીમાં સેસ પેટે રૂપિયા ૭,૭૨૭ કરોડની આવક થઈ હતી જેમાં આયાતો પર લાગુ સેસ પેટે રૂપિયા ૮૬૯ કરોડની આવક થઈ હતી.

7537D2F3

સરકારે જણાવ્યું હતું કે, બે મહિનાના નેગેટિવ ગ્રોથ બાદ જીએસટીની આવકમાં પ્રભાવિત કરનારો વધારો નોંધાયો છે. નવેમ્બર ૨૦૧૮ની સરખામણીમાં નવેમ્બર ૨૦૧૯માં જીએસટીની આવકમાં ૬ ટકાનો વધારો થયો હતો. નવેમ્બરમાં ઘરેલુ વ્યવહારો પરના જીએસટીમાં ૧૨ ટકાનો વધારો નોંધાયો હતો જે ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે.  સતત ત્રણ મહિના સુધી જીએસટીની આવક રૂપિયા ૧ લાખ કરોડથી ઓછી થતાં સરકાર આર્થિક ભીંસ વેઠી રહી હતી. જીડીપી ગ્રોથ રેટના આંકડા પણ ચિંતાજનક રહ્યાં છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂપિયા ૧૦૦ લાખ કરોડ ખર્ચ કરવાની પંચવર્ષીય યોજના અંતર્ગત ૧૫ ડિસેમ્બર સુધીમાં ૧૦ મોટા પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરવાની જાહેરાત કરશે. ટાસ્ક ફોર્સે નવા શરૂ થનારા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી લીધી છે. ળનિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, સરકાર જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓ પરનો જીએસટી લઘુતમ સ્તરે લાવશે. અમે જીએસટી સિસ્ટમને સરળ બનાવવા પર કામ કરી રહ્યાં છીએ. કરવેરાના દરોના સરળીકરણના સંદર્ભમાં અમે રાજ્યો સાથે વાત કરી રહ્યાં છીએ. જેથી ગરીબોના જીવનોને અસર કરતી ચીજવસ્તુઓ પરનો જીએસટી લઘુતમ સ્તરે લાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.