Abtak Media Google News

ધો. ૧ થી ૧રના ૪પ૦ છાત્રો સાથે ૪પ શિક્ષકોની ટીમે કરી યોગ દિવસની ઉજવણી

ર૧મી જુન વિશ્ર્વયોગ દિવસ નીમીતે વિશ્ર્વભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે રાજકોટની નીધિ સ્કુલ નીમીતે પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના શાળાના વિઘાર્થીઓ સાથે અઘ્યાપકો અને શિક્ષકોએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી.

વહેલી સવારે સ્ટલીંગ ની બાજુના ગ્રાઉન્ડ પર યોગ દિવસ નિમિતે યોગના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના તમામ વર્ગના વિઘાર્થીઓએ હોશે હોશે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. સાથો સાથ વિઘાર્થીઓનો ઉત્સાહ વધારવા શાળાના અઘ્યાપકો અને શિક્ષકોએ પણ યોગ કર્યા હતાં.

Vlcsnap 2018 06 21 10H26M35S93અબતક સાથેની વાતચીત દરમીયાન યશપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ યોગ ર૧મી જુને ભારત દેશના દુરદેશી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી જે વિશ્ર્વ લેવલે યોગ વિશે જે સમજુતી આપે, યોગની જે જાણકારી અને માહીતી આપે ત્યારે યુએનઓ (યુનો) દ્વારા ર૧મી જુન વિશ્ર્વયોગ દિવસ જાહેર થયો. આજે ચોથો વિશ્ર્વયોગ દિવસ છે. સમગ્ર વિશ્ર્વ લેવલે આની ઉજવણી થઇ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે નીધી સ્કુલના બાળકો, શિક્ષકો અને તેમના વાલીઓ દ્વારા આજે રાજકોટ ખાતે અમે યોગનો કાર્યક્રમ યોજી રહ્યા છીએ.

અંદાજે ધોરણ ૧ થી ૧ર ના વિઘાર્થીઓ છે અને ૪૫૦ વિઘાર્થીઓએ આમા ભાગ લીધેલો છે ૪૫ ટીચરોએ પણ ભાગ લીધેલો છે. અને વાલીઓ પણ આમાં જોડાયેલ છે.

ખરેખર વિશ્ર્વ યોગ દિવસની એક દિવસની ઉજવણી વિશ્ર્વ લેવલે થાય છે પરંતુ તેનો દરરોજ ઉપયોગ થવો જોઇએ. સ્કુલની અંદર દર શનિવારે યોગનો પીરીયડ હોય છે દરેક સ્કુલમાં પણ અઠવાડીયામાં એક દિવસ યોગનો કાર્યક્રમ યોજાવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.