Abtak Media Google News

પૂ.ગો.વલ્લભરાયજીની સુમધુર વાણીનો લાભ લેતા વૈષ્ણવો

વ્રજભૂમિ વિલાસ ગ્રાઉન્ડ ખાતે નિ.લી.પૂ.પા.ગો.શ્રી. વ્રજભૂષણલાલજી મહારાજશ્રી પ્રાગટય ઉત્સવ અંતર્ગત પૂ.ગો.શ્રી.વલ્લભરાયજીની સુમધુર વાણી દ્વારા શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ એવમ શ્રી યમુનાષ્ટક સમુહ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભવ્ય આયોજન વલ્લભ બાવાનાજી દાદારાજકૃષ્ણ મહારાજ પ્રાગટયદિનની ઉજવણી કરી હતી. જેમાં કેબિનેટ મંત્રી જીલ્લા ભાજપ પ્રમુખ, ઉધોગપતિઓ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. આ સમિતિનું આયોજન દર વર્ષે આટલા જ ઉત્સાહ અને ભવ્ય રીતે કરવામાં આવે છે. આ શિબિર ત્રણ દિવસની રાખવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં વૈષ્ણવજને લાભ લીધો હતો. આ શિબિર દ્વારા લોકોને ધર્મ વિશે વધુ જ્ઞાન મળે અને લોકો માહિતગાર થાય કે કઈ રીતે ઠાકોરજીની સેવા કરવી જોઈએ.

મનસુખભાઈ સાવલિયાએ કહ્યું કે, આ ઉત્સવ સમિતિ દ્વારા ૩ દિવસનો કાર્યક્રમ કરીએ છીએ તો જે વૈષ્ણવ લાભાર્થી છે તે દરેક વૈષ્ણવને આનો લાભ મળે. માહિતી મળે કે કેવી રીતે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. ધર્મ વિશે જ્ઞાન મળે એના માટે આ ત્રણ દિવસની શિબિર કરી છે. વલ્લભ બાવનજી દાદા રાજકૃષ્ણ મહારાજ એનો પ્રાગટય દિવસ ઉજવીએ છીએ.

વૃભષ લાઠીયાએ કહ્યું કે, વિભુષણ સમિતિ દ્વારા આ શ્રી ૯૯નું પ્રાગટય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જામનગરના વિભૂષણ લાલજી મહારાજ કે જે સૌરાષ્ટ્રના લોકપ્રિય થઈ ગયા છે. આ ઉતસ્વ બે વર્ષ પહેલા પણ કરેલો. જેમાં આપ ભકતોનો સાથ છે અને આ ત્રીજા વર્ષે પણ દાદા ૯૯ની પ્રાગટય જન્મજયંતિ ઉત્સવ મનાવી રહ્યા છીએ એ અંતર્ગત સવારે યમુનાસ્ટકના પાઠ કરાવીએ છીએ. સમુહ પાઠ જેમાં ૧૨,૩૦૦ સમુહ પાઠ ભાઈ તથા બહેનો દ્વારા કરવામાં આવે છે. બપોર પછીના ક્ષેત્રમાં વલ્લભ મહારાજના મુખેથી શ્રી ગ્રંથ જેમાં ૧૧ શ્ર્લોકો છે ૬ શ્ર્લોક સુધી પૂર્ણ કરી છે અને વૈષ્ણવના શું કર્તવ્યો છે તે બતાવ્યું આવો વિશેષ લાભ આ રાજકોટની જનતાને મળ્યો. અત્યારના સમયમાં આપણે કહીએ છે કે કલીકાલની અંદર વલ્લભપુર પરીવાર અહિંયા બિરાજમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.